વ્યારાઃ તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાં મોરદેવી ગામે સીમ વિસ્તારમાં ભૂંડનો ખૂબ ત્રાસ છે. ઊભા પાકને ભૂંડ નુકશાન પહોંચાડતા હોય છે. આથી ઘણા ખેડુતો ભૂંડ યાને ડુક્કરોને પોતાના ખેતરમાં આવતા રોકવા માટે ખેતરના શેઢે બનાવેલી કાંટાળી વાડમાં ઈલેક્ટ્રિક કરંટ મુકતા હોય છે. આ વીજ કરંટનો ભોગ ખેડૂત પરિવાર પોતે જ બન્યો હતો. સવારે ખેતરમાં પાણીનો પાઇપ ખેંચતી વખતે કરંટ લગતા માતા-પિતા અને પુત્ર મોતને ભેટ્યા હતા. પરિવારમાં એક સાથે ત્રણ જણાના મોતથી મોરદેવી ગામમાં માતમ છવાય ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, વાલોડ તાલુકાના મોરદેવી ગામે રહેતા ખેડૂત ધીરુભાઈ ચૌધરી, જેમની પત્ની ક્રિષ્નાબેન ચૌધરી સાથે રહેતાં હતાં અને ક્રિષ્નાબેનનો પુત્ર દેવરામ ઉર્ફે શૈલેષ બાલુભાઈ ચૌધરી પણ સાથે રહેતો હતો. ધીરુભાઈ ચૌધરીના ખેતરમાં જંગલી ભૂંડોનો ત્રાસ હોવાને કારણે તેમણે ખેતરની આસપાસ વીજ કરંટના તાર લગાવ્યા હતા, જેનું કનેક્શન ધીરુભાઈના ઘરમાંથી લેવામાં આવ્યું હતું. ધીરુભાઈએ ખેતરમાં જંગલી ભૂંડોનો ત્રાસ હોવાના કારણે ખેતરની આસપાસ જે વીજ કરંટના તાર લગાવ્યા હતા. કરંટના તારોનું કનેક્શન તેમના જ ઘરમાંથી આપવામાં આવ્યું હતું. જે તારની સ્વિચ બંધ કરીને તેઓ પાણી પાઈપ વાળવા જતા હતા, પરંતુ સવારે ધીરુભાઈનો પુત્ર તારની સ્વિચ બંધ કરવાનું ભૂલી ગયો હતો. એ દરમિયાન વહેલી સવારે ખેતરમાં ધીરુભાઈ ચૌધરી પહોંચ્યા હતા અને પાણીની પાઇપ વાળતા હતા. એ સમયે જમીનમાં ભેજને કારણે તેમને અચાનક વીજ કરંટ લાગ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મોરદેવી ગામમાં મોટા ફળિયામાં રહેતા દેવરામભાઈ બાલુભાઈ ચૌધરી તથા ધીરુભાઈ ચૌધરી અને તેમનાં પત્ની ક્રિષ્ના ચૌધરીનું ઘરની બાજુમાં ખેતર આવેલું છે. એનું રક્ષણ કરવા તેમણે તારની ફેન્સિંગ કરી હતી, જેને તેમણે પોતાના ઘરમાંથી ઇલેક્ટ્રિક કરંટ આપેલો હતો. એ દરમિયાન ધીરુભાઈ ખેતરમાં રાખેલી પાણીની પાઈપ વાળવા જતાં એમાં રહેલો ઈલેક્ટ્રિક કરંટ શરીરમાં ઊતરતાં તેમને શોક લાગ્યો હતો. જેથી તેમને બચાવવા જતાં તેમની પત્નીને પણ શોક લાગ્યો હતો અને આ દરમિયાન તેમને બચાવવા જતાં તેમના પુત્રને પણ શોક લાગતાં ત્રણેયનાં સ્થળ પર જ મોત થયાં છે. આ ઘટના સમયે તેમની પુત્રી મનીષાબેન દોડી આવતાં તેમને પણ કરંટનો ઝાટકો લાગ્યો હતો, પરંતુ તેઓ બચી ગયાં હતાં. (file photo)