Site icon Revoi.in

અમરેલીના ખાંભા તાલુકાના સમઢિયાળા ગામે નદીમાં ડૂબી જતાં એક જ પરિવારના ત્રણનાં મોત

Social Share

અમરેલીઃ  જિલ્લાના ખાંભા તાલુકાના સમઢિયાળા ગામની નદીમાં એક જ પરિવારના ત્રણ લોકોના ડૂબવાથી મોત નિપજતા ગ્રામજનોમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે. નદીમાં ડૂબી રહેલા અઢી વર્ષના ભાઈને બચાવવા ગયેલી સાત વર્ષની બહેન અને બન્નેને બચાવવા નદીમાં પડતા પિતા પણ ડૂબી જતા ત્રણેયના મોત નિપજ્યા હતા. સરાણીયા પરિવારના લોકો નદી કાંઠે પશુઓ સાથે વસવાટ કરતો કરતા હતા. એક પરિવારના ત્રણેય લોકોના મોતથી પરિવારના માથે જાણે આભ ફાટી પડ્યુ હોય તેવો ગમગીન માહોલ સર્જાયો છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, અમરેલીના ખાંભા તાલુકાના સમઢીયાળ ગામમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. નદીમાં ડૂબી જવાથી પિતા અને તેના માસુમ દીકરા-દીકરીના મોત થયા છે. અઢી વર્ષની ઉંમરનો દીકરો નદીમાં ડૂબી જતા પિતા અને બહેન તેને બચાવવા પાણીમાં પડ્યા હતા. ત્યારબાદ ત્રણેય લોકો ડૂબી જતાં મોત નિપજ્યા છે. ખાંભા પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી મૃતકોને બહાર કાઢ્યા હતા. મૃતક પરિવારજનો નદીના કાંઠે જ રહેતા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના સમઢીયાળ ગામ પાસે નદીં કાંઠે એક પરિવાર રહેતો હતો. પશુપાલન સાથે જોડાયેલો પરિવાર અહીં રહેતો હતો. ગુરૂવારે નદીમાં પુત્ર ડૂબી ગયો હતો. તેને બચાવવા માટે પિતા અને બહેને પણ પાણીમાં પડ્યા હતા. નદીના પાણીમાં ગરકાવ થઈ જવાથી ત્રણેયના મોત થયા છે. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.

સમઢિયાળાના ગ્રામજનોના કહેવા મુજબ સમઢિયાળા ગામમાં નદી કાંઠે સરાણિયા પરિવાર તેમના પશુઓ રાખી વર્ષોથી વસવાટ કરે છે અને અઢી વર્ષનો પુત્ર રમતા રમતા નદી નજીક પહોંચી ગયો હતો. ત્યારે સાત વર્ષની બહેન નાનાભાઈને બચાવવા દોડી હતી. જેમા તે પણ ડૂબવા લાગી હતી. ત્યારબાદ 32 વર્ષિય પિતા દેવકુભાઈ પરમાર પણ બંને સંતાનોને બચાવવા દોડ્યા હતા. જો કે કાળ જાણે ત્રણેયને બોલાવતો હોય તેમ ત્રણેય પિતા, પુત્ર અને પુત્રીનુ ડૂબી જવાથી મોત થયુ છે. ત્રણેયની લાશો નદી પર તરતી જોવા મળી હતી. પાણીમાં તરતી લાશ જોઈને સ્થાનિકો દોડી આવ્યા હતા અને ખાંભા પોલીસને જાણ કરી હતી.