અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતો વધતા જાય છે. અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ નજીક ત્રણ રાહદારી શ્રમિકો રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂર્ફાટ ઝડપે આવેલી કારે ત્રણેય શ્રમિકોને અડફેટે લેતા ત્રણેયના મોત નિપજ્યા હતા.આ અકસ્માતને લીધે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ દોડી આવ્યા હતા.
આઅકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદ મહેસાણા હાઈવે પર છત્રાલ નજીક ત્રણ શ્રમિકો રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરફાટ ઝડપે આવેલી કારે ત્રણેય શ્રમિકોને અડફેટે લીધા હતા.અને ગંભીર ઈજા થવાને કારણે ત્રણેય શ્રમિકોના મોત નિપજ્યા હતા.ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ બનાવની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. ઘટનાને પગલે કલોલ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસ દ્વારા અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કારચાલક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
રાજ્યમાં પોરબંદર નજીક પણ કાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પોરબંદર હાઇવે પર ભીમપરાના પાટિયા પાસે કાર પલટી ખાતાં કારમાં સવાર 7 લોકોમાંથી બેનાં મોત નિપજ્યા હતા. કાર પલટી જતાં એક બાળક અને પુરૂષનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. કારમાં સવાર અન્ય ઇજાગ્રસ્તને દ્વારકા સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. એક મહિલાની હાલત ગંભીર હોવાથી તેને જામનગર રિફર કરાયા છે.