Site icon Revoi.in

અંબાજી નજીક પૂરફાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહનની અડફેટે ત્રણ પદયાત્રીનાં મોત

Social Share

અંબાજી :  રાજ્યમાં રોજબરોજ રોડ અકસ્માતો વધતા જાય છે. ત્યારે આજે વહેલી સવારે અંબાજીમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. અંબાજીમાં પગપાળા જતા યાત્રીઓને એક અજાણ્યા વાહને ટક્કર મારીને ફરાર થયો હતો. આ ઘટનામાં ત્રણ પદયાત્રીના મોત નિપજ્યા અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને પલાયન થઈ ગયેલા વાહન ચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

ગુજરાતમાં હિટ એન્ડ રનના બનાવો સતત વધી રહ્યાં છે. તેમાં પણ અંધારામાં હાઈવે પર પગપાળા જવું જોખમી બન્યું છે.  હાલ ભાદરવી પૂનમને લઈને અનેક યાત્રીઓ પગપાળા અંબાજી  તરફ જઈ રહ્યાં છે.  રાત્રે ડુંગરાળ વિસ્તારોમાં રોડ પર ચાલતા પદયાત્રીઓના જીવ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. અબાજી નજીક વાહન અડફેટે ત્રણ પદયાત્રીના મોત નિપજ્યા હતા.

રાણપુર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પૂરફાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહનચાલકે  રાતના અંધારામાં 5 લોકોને ટક્કર મારી હતી. જેમાં ત્રણ ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.તેમજ  બે પદયાત્રીને ઈજા થઈ હતી. વાહનની અડફેટે જે પદયાત્રીના મોત નિપજ્યા છે તેમના નામ  નરેશ બચુભાઈ ડામોર, (ઉંમર 16 વર્ષ),  હરીશ શંકરભાઈ ડામોર,( ઉંમર 15 વર્ષ), તથા રેશમીબેન ભોઈ, (ઉમર 12 વર્ષ)નો સમાવેશ થાય છે.

ત્રણના  મોતથી તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. કારણ કે, ત્રણેય મૃતકો કિશોરવસ્થાના છે, જેઓ પરિવાર સાથે અંબાજીમાં દર્શન કરવા જઈ રહ્યા હતા. મોડી રાત્રે ત્રણ વાગ્યાની ઘટનામાં યાત્રીઓના માથા પર મોત આવ્યું હતું. પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.