- બિહાર-નેપાળ સીમા પર ચીની બનાવટના ડ્રોન મળ્યા
- કારની અંદર 8 ડ્રોન મળી આવતા તપાસ અભિયાન શરુ
- આ મામલે 3 લોકોની ઘરપકડ
દિલ્હીઃ- જમ્મુ એરપોર્ટ પરિસરમાં ડ્રોનથઈ આતંકી હુમલા બાદ સમગ્ર દેશભરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે,આવી સ્થિતિમાં દેશના સરહદી વિસ્તારોમાં સતત તપાસ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર સ્થિતિ વચ્ચે સોમવારે સાંજે, બિહાર-નેપાળ બોર્ડર પર એક કારમાંથી આઠ ડ્રોન મળી આવ્યા બાદ સનસનાટી મચી જવા પામી હતી. શસસ્ત્ર સીમા દળ એ એક કારમાંથી આઠ ડ્રોન, કેમેરા સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પકડાયેલા યુકોની ઓળખ સીતામઢી જિલ્લાના બેરગનિયા રહેવાસી વિકી કુમાર, રાહુલ કુમાર, અને પૂર્વ ચંપારણના કૃષ્ણનંદન કુમાર તરીકે થઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર શસસ્ત્ર સીમા દળના જવાનોએ સોમવારે સાંજે પૂર્વ ચંપારણ જિલ્લામાં નેપાળ બોર્ડર પર કારમાંથી આઠ ચાઇનીઝ બનાવટ ડ્રોન અને આઠ કેમેરા કબજે કર્યા હતા. એસએસબીના જવાનોએ ત્રણેય યુવકોને કુંડવા ચૈનપુર પોલીસ સ્ટેશનમાં સોંપી દીધા છે. પોલીસ યુવકોની પૂછપરછ કરી રહી છે. જોકે, ડ્રોનનો ઉપયોગ કયા હેતુથી થવાનો હતો તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
વિતેલા અઠવાડિયે શનિવારે મોડી રાતે જમ્મુ એરફોર્સ બેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ડ્રોનની મદદ લેવામાં આવી છે. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. એનઆઈ એરફોર્સ બેઝ પર થયેલા હુમલાની હાલ તપાસ કરી રહી છે. જમ્મુના ઘણા વિસ્તારોમાં શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત અહીં ડ્રોનની ગતિવિધિઓ જોવા મળી રહી છે.