1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કલોલમાં ACBની ટ્રેપમાં 2.60 લાખની લાંચ લેતા તાલુકા મામલતદાર સહિત ત્રણ પકડાયા
કલોલમાં ACBની ટ્રેપમાં 2.60 લાખની લાંચ લેતા તાલુકા મામલતદાર સહિત ત્રણ પકડાયા

કલોલમાં ACBની ટ્રેપમાં 2.60 લાખની લાંચ લેતા તાલુકા મામલતદાર સહિત ત્રણ પકડાયા

0
Social Share

ગાંધીનગરઃ જિલ્લામાં એક પછી એક લાંચીયા અધિકારી કર્મચારીઓ એન્ટી કરપ્શન બ્યુરોની જાળમાં ફસાઈ રહ્યા છે. તાજેતરમાં જ સેકટર-6ના હિન્દુસ્તાન પેટ્રોલિયમનાં પેટ્રોલ પમ્પનો કોમકો ઓફિસર લાંચ લેતા ઝડપાયા બાદ કલોલ મામલતદાર કચેરીમાં પણ તાલુકા મામલતદાર, એક નાયબ મામલતદાર અને એક કોમ્પ્યુટર ઓપરેટર 2.60 લાખની લાંચનાં છટકામાં આબાદ રીતે ફસાઈ ચૂક્યા છે. જેમાં નાયબ મામલતદાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જ્યારે તાલુકા મામલતદાર અને ઓપરેટરને ઝડપી હાલમાં એસીબી દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  કલોલ મામલતદાર કચેરીનો તાલુકા મામલતદાર-એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એન.એમ. પટેલ, નાયબ મામલતદાર પ્રવિણ મૂળજીભાઈ પરમાર અને ઓપરેટર નિખિલ પાટીલ લાંચના છટકામાં ફસાયા હતા. ફરીયાદીએ મુલસણા ગામની બિનખેતી લાયક જમીનની તેઓના ટ્રસ્ટમાં વેચાણની 23 એન્ટ્રી કરાવવા માટે અરજી કરી હતી. જેમાં આરોપી ઓપરેટર નિખિલ પાટિલે એન્ટ્રી દીઠ રૂ 12 હજાર લેખે કુલ રૂ.2 લાખ 76 હજારની માંગણી કરી હતી. જે રકઝકના અંતે રાઉન્ડ ફીગર રૂ. 2 લાખ 50 હજાર નક્કી થયા હતા. આ ઉપરાંત ઈ-ધરામાં રૂ.10 હજારની રકમનો વધારો કરી કુલ રૂ. 2 લાખ 60 હજારની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી. જેનાં પગલે એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં ઓપરેટર પાટીલ, તાલુકા મામલતદાર એન.એમ. પટેલ લાંચના છટકામાં આબાદ રીતે ઝડપાઈ ગયા હતા. એસીબીનાં અધિકારીઓ દ્વારા તેઓની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સમગ્ર લાંચના છટકાની ગંધ આવી જતાં નાયબ મામલતદાર પરમાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર વકર્યો હોવાના પુરાવા એન્ટી કરપ્શનની એક પછી એક સફળ રેડ પરથી મળી રહ્યા છે. છેલ્લા બે મહિના દરમિયાન ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીની જમીન દફતર શાખાનો સિનિયર લેન્ડ સર્વેયર (શિરસ્તેદાર) અતુલ કનૈયાલાલ વ્યાસ LRD ભરતીમાં પાસ કરાવી અને વતનના જિલ્લામાં પોસ્ટીંગ અપાવવા માટે એક લાખની લાંચ લેતાં ઝડપાયો હતો. ભાવનગરનો મદદનીશ પશુપાલન નિયામક ડૉ. શશીકાંન્ત ડાહ્યાલાલ પટેલ 15 હજાર તેમજ સેકટર – 6માં હિન્દુસ્તાન પેટ્રોલિયમ સંચાલિત પેટ્રોલ પમ્પનો સિનીયર કોમકો ઓફિસર લાંચ લેતા પકડાયો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code