Site icon Revoi.in

અમદાવાદના જુહાપુરામાંથી 15 લાખથી વધુની નકલી ચલણી નોટો સાથે ત્રણ શખસો પકડાયા

Social Share

અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં સીઆઈડી ક્રાઈમે વોચ રાખીને રૂપિયા 15 લાખથી વધુની ચલણી નોટો સાથે ત્રણ શખસોને દબોચી લીધા હતા. આ ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખી નકલી નોટો છાપતા હતા. લાખોની કિંમતની આ નકલી નોટો જુહાપુરાના મોઈન બાપુને આપવાના હતા એવું પ્રથમિક તપાસમાં જાણવા મળ્યુ છે.

અમદાવાદના જુહાપુરાના રોયલ અકબર પાસેથી નકલી નોટો સાથે ત્રણ શખસો પકડાયા હતા. રૂપિયા 15 લાખ 30 હજારની કિંમતની નકલી ચલણી નોટો આરોપીઓ પાસેથી મળી આવી હતી. 500, 200 અને 100ના દરની નકલી નોટો સાથે CID ક્રાઈમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

CID ક્રાઈમના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદના જુહાપુરાના રોયલ અકબર પાસેથી  15 લાખથી વધુની નકલી નોટો સાથે સતીષકુમાર ઉર્ફે વિક્કી જીનવા, અનિલકુમાર ધોબી અને કાલુરામ મેધવાલની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખી નકલી નોટો છાપતા હતા. લાખોની કિંમતની આ નકલી નોટો જુહાપુરાના મોઈન બાપુને આપવાના હતી એવું કહી રહ્યા છે, સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અને આરોપીઓને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે

શહેરમાં અગાઉ પણ નકલી ચલણી નોટો પકડાઈ છે. શોર્ટકટમાં પૈસા કમાવવા લોકો અલગ અલગ કીમિયાઓ અપનાવતા હોય છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફર્ઝી વેબ સિરીઝ જેવો જ એક કિસ્સો પ્રકાશમાં હતો. શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી પાલવ હોટલમાં રૂમ રાખી યુવાનો નકલી નોટો છાપતા હતા. સરદારનગર પોલીસે માહિતીને આધારે યુવાનોને પકડી પડ્યા હતા અને હોટલના રૂમમાંથી નકલી નોટો, પ્રિન્ટર, નકલી નોટ છાપવાના કાગળો, ક્રેડિટ કાર્ડ, લાઇસન્સ મળી આવ્યા હતા. (File photo)