- આ દિવાળીમાં થ્રી પિસે જમાવ્યો રંગ
- યુવતીઓની પહેલી પસંદ બન્યા થ્રી પિસ ક્લોથવેર
હાલ સમગ્ર દેશભરમાં દિવાળીનો માહોલજામ્યો છે, બજારોમાં ખરીદીની ભીડ જોવા મળી રહી છે અવનવા કપડાઓ માક્રેટમાં આવી રહ્યા છે જો કે આ દિવાળઈમાં યુવતીઓની પસંદ થ્રી પિસ પર આવીને અટકી છે, મોટા મોટા મોલ્સ હોય કે માર્કેટની નાની શોપ હોય જ્યા પણ જૂઓ આ થ્રી પિસ લ્કોથવેર ડ્રેન્ડ થઈ રહ્યા છે.આ થ્રી પિસમાં ખાસ કરીને ગરારા સ્ટાઈલ , ચોલી સ્ટચાઈલ અને સરારા સ્ટાઈલે ખાસસ્થાન જમાવ્યું છે.
થ્રી પિસની જો વાત કરીએ તો આમા ત્રણ પિસ હોય છે, જેમાં એક બોટમવેર હોય છે, એક ટોપ હોય છે, આ સાથે જ ત્રીજો પીસ ખાસ કરીને ઉપરની કોટી હોય છે અથવા તો દુપટ્ટો હોય છે, જો કોટી હોય છે તો તે ઈન્ડોવેસ્ટ્રન લૂક આપે છે અને સાથે દુપટ્ટો હોય તો આ ક્લોથવેર તમને સરારા કે ચોલીનો લૂક આપશે.
ખાસ કરીને ગરારા સ્ટાઈલમાં કોટનનો પ્લાઝો અથવા કોટનનો ચણીયો હોય છે તો તેના ઉપય સ્પેગેટી (બે પટ્ટી વાળો બ્લાઉઝ) કે ક્રોપ ટોપ હોય છે તેની સાથે એક ઘુંટણ સુધીની લાઈટ લર્ક વાળઈ કોટી હોય છે આ થ્રી પિસ પહેરવામાં ખૂબ જ શાનદાર લાગે છે, અને યૂનિક લૂક પ્રદાન કરે છે.
બીજા થ્રી પિસની જો વાત કરીએ તો તેમાં જ્યોર્જોટમાં પ્લાઝો હોય છે જો કે આ પ્લાઝો ચણીયા જેટલી પહોળાઈમાં હોય છે, તેના ઉપર જ્યોર્જોટમાં જ સ્પેટી અથવા તો હાફ સ્લિવનું ક્રોપ ટોપ હોય છે, અને તેની ઉપર થ્રી પિસમાં એક લોંગ એન્કલ સુધી આવી જાય એટલી કોટી હોય છે ,જે તમે ઓપન રાખી શકો છો જે તમારા કપડા તહેવારોમાં આકર્ષક લૂક પ્રદાન કરે છે.
ત્રીજા પ્રકારના થ્રી પિસની જો વાત કરીએ તો તેમામ બોટમવેરમાં ચણીયો, ઘરારા કે પછી પ્લાઝો હોય છે, તેના ઉપર સ્પેગેટી ટોપ, કે સ્લિવસેલ ટોપ હોય છે. જો કે તેની સાથે દુપટ્ટો હોય છે.માટે આ થ્રી પિસ તમને ચોલી પહેર્યો હોવાનો અનુભવ કરાવે છે. પ્લાઝો હોવાથી તે વધુ આરામદાયક હોય છે.
ચોથા થ્રી પિસની જો વાત કરવામાં આવે તો તે ઘરારા સ્ટાઈલ છે, તેમાં બોટમવેરમાં પ્લાઝો હોય છે, જે થાઈસ સુધી ફિટ હોય છે અને મીનેછી 2 કે 3 લેયરમાં ચણીયાની સ્ટાઈલમાં જોવા મળે છે, અને તેના ઉપર ઘુંટણ સુધીનું ટોપ કે જેમાં ચટણીઓ અને ઘેર જોવા મળે છે, આ ક્લોથવેરમાં દુપટ્ટો આકર્ષક લાગે છે, ખાસ કરીને આ પ્રકારના કપડા હાલ માર્કટેમાં જે પણ જોવા મળે છે તેમાં લખનૌવી વર્કનો ટ્રેન્ડ જોવા મળે છે.
આ તમામ પ્રકાના થ્રી પિસમાં અનેક વેરાયટી, અનેક મટરિયલ્સ અનેક પ્રકારનું વર્કથી લઈને અવનવી ડિઝાઈન માર્કેટમાં ઉપલબ્ધ છે, જે આવનારા તહેવારોમાં યુવતીઓની પસંદ બને તો નવાઈની વાત નહી હોય . નવાવર્ષ કે દિવાળીના દિવસે તમે પણ થ્રી પિસની પસંદગી કરીને તેના પર હેવી દ્વેલરિ કેરી કરીને તમારા લૂકને ટ્રેડિશનલ વિથ વેસ્ટર્ન બવાની શકો છો.