Site icon Revoi.in

ત્રણ વર્ષનું સરવૈયુઃ પોલીસ કસ્ટડીમાં મોતને મામલે દેશમાં ગુજરાત બીજાક્રમે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પણ પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતના બનાવોમાં વધોરો થઈ રહ્યો છે. દેશના અલગ અલગ રાજ્યોમાં ગત 3 વર્ષો દરમિયાન પોલીસ ધરપકડમાં થયેલા મોતના આંકડા પર નજર કરીએ તો ગુજરાતના આ સંખ્યા સૌથી વધુ છે. ગુજરાતમાં 2018 માં 13  આરોપીઓના  પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા.. ત્યારબાદ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. આ બંને રાજ્યોમા 2018 માં પોલીસ કસ્ટડીમાં 12-12 આરોપીઓના મોત નિપજ્યા હતા.. ત્રીજા સ્થાન પર મહારાષ્ટ્ર અને તમિલનાડુ છે.જ્યાં 11-11 આરોપીઓના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા. જ્યારે  દિલ્હીમાં 8 અને બિહારમાં 5 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા. આમ પોલીસ કસ્ટડીમાં મોતને મામલે ગુજરાત આગળ છે.

દેશભરમાં  ગત ત્રણ વર્ષમાં પોલીસ કસ્ટડી દરમિયાન 348 લોકોના મોત નિપજ્યા હતા. સાથે જ જાણવા મળ્યું કે, આ સમયમાં ધરપકડમાં 1189 લોકોને અનેક યાતનાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. કેન્દ્રી ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં માહિતી આપી હતી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ પાસેથી મળેલી માહિતી અનુસાર, દેશમાં  2018 માં પોલીસ પકડમાં 136 લોકોના મોત નિપજ્યા છે અને 2019 માં 112 લોકો અને 2020 માં 100 લોકોના મોત નિપજ્યા હતા. જોકે, ધરપકડમાં મોત પામેલા લોકોની સંખ્યામાં ગુજરાત બીજા નંબર પર છે.  ત્રણ વર્ષમાં પોલીસ ધરપકડમાં મોતની સંખ્યા જોઈએ તો સૌથી વધુ સંખ્યા ગુજરાતની છે. 2018 માં ગુજરાતમાં 13 મોત, 2019 માં 12 મોત અને 2020 માં મરનારાઓની સંખ્યા 17 છે.

2017 થી લઈને 2019 સુધી દેશમાં રાજકીય કારણોથી હત્યા કરવાના હેતુથી કુલ 213 કેસ નોંધાયા હતા. તેમાં સૌથી વધુ 98 કેસ 2017 માં નોંધાયા છે. 2018 માં 54 અને 2019 માં 61 કેસ નોંધાયા છે. લોકસભામાં આપવામાં આવેલા લેખિત જવાબ અનુસાર, એનસીઆરબીના 2019 સુધીના આંકડા ઉપલબ્ધ છે. આ આંકડા અનુસાર, ત્રણ વર્ષમાં આવા કેસમાં પીડિતની કુલ સંખ્યા 230 રહી છે. 2017માં આવા સૌથી વધુ ઝારખંડમાંથી કેસ નોંધાયા હતા, જેની સંખ્યા 42  હતી. 2018માં આ પ્રકારના સૌથી વધુ કેસ બિહારમાં નોંધાયા હતા.