- બિયર બારમાં બાળકીએ કરી દૂધની માગણી
- બાર ટેન્ડર પાસે 3 વર્ષની બાળકીએ દૂધની બોટલ માંગી
નવી દિલ્હી: સામાન્ય રીતે લોકો બિયરબારની દિશા દારૂ ઢીંચવા માટે પકડતા હોય છે. પુરુષ અને મહિલાઓ બિયર બારમાં બેસીને આલ્કોહોલ સાથે સમય પસાર કરતા હોય છે. પરંતુ ક્યારેક તમે વિચાર્યુ છે કે જો ત્રણ વર્ષની બાળકી પહોંચી જાય અને બાર ટેન્ડર પાસે દૂધની બોટલ માંગે ત્યારે શું થશે, આશ્ચર્યમાં ગરકાવ થશોને તમે.
આવો એક મામલો સામે આવ્યો છે, ક્રોએશિયાના ડબ્રોન્વિકનો. અહીં એક ત્રણ વર્ષની માસૂમ બાળકી બિયર બારમાં પહોંચી ગઈ દૂધ માંગવા માટે. સોશયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. બાળકીના પિતાએ જ આ વીડિયો બનાવ્યો છે. સૌથી પહેલા તમે વીડિયો જોવો પછી તમને એના સંદર્ભે જણાવીશું.
બેન એન્ડરસન પોતાની પત્ની સોફી અને ત્રણ વર્ષની પુત્રી સાથે રજાઓ મનાવવા ડબ્રોન્વિક પહોંચ્યો હતો. બાળકીના માતા-પિતા પુલના કિનારે સન બાથ લઈ રહ્યા હતા. ત્યારે ત્રણ વર્ષની બાળકીને ભૂખ લાગી અને તેણે તેમની પાસે દૂધ માંગ્યું. બાળકીના માતાપિતાને અહેસાસ થયો કે તેઓ તો દૂધ લાવ્યા જ નથી. જ્યાં સુધી તેઓ દૂધની વ્યવસ્થા કરે, ત્યાં સુધીમાં તો બાળકી હોટલના બિયર બારમાં પહોંચી ગઈ અને બાર ટેન્ડર પાસે દૂધની બોટલની માગણી કરવા લાગી.
બાળકીની દૂધની બોટલની માગણી સાંભળીને બાર ટેન્ડર આશ્ચર્યચકિત હતો. પરંતુ તેણે કહ્યુ કે બોટલ તો નથી, ગ્લાસમાં દૂધ ચાલશે. બાળકી માની ગઈ અને તેના માટે બાદમાં દૂધની વ્યવસ્થા કરવામાં આવી. આ ઘટનાક્રમ વખતે બાળકી પર નજર રાખી રહેલા તેના પિતાએ આખી ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.
જેવો બેને આ વીડિયો ટ્વિટર પર અપલોડ કર્યો, લાઈક અને શેયરનો વરસાદ થયો હતો. અત્યાર સુધીમાં હજારો લોકો આ વીડિયો શેયર કરી ચુક્યા છે અને લાખો લોકો તેને લાઈક પણ કરી ચુક્યા છે.