Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટે મુંબઈમાં વૃક્ષો કાપવા પર લગાવી રોક, ખંડપીઠે કહ્યું- મામલામાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પણ પાર્ટી બનાવો

Social Share

સુપ્રીમ કોર્ટે મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષોને કાપવા પર સોમવારે તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ અરુણ મિશ્રાએ મહારાષ્ટ્ર સરકારને સવાલ કર્યો છે કે આ (આરે ફોરેસ્ટ) એક ઈકો-સેન્સિટિવ ઝોન છે અથવા નથી. આ વિસ્તારમાં વિકાસ કાર્ય કરી શકાતા નથી, માટે અમને દસ્તાવેજ દર્શાવો. તેની સાથે જ કહ્યુ છે કે આ મામલામાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પણ પાર્ટી બનાવવામાં આવે. આગામી સુનાવણી 21 ઓક્ટોબર સુધી યથાસ્થિતિ જાળવી રાખો.

આના પર સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ છે કે જરૂરત પ્રમાણે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે, હવે આરે કોલોનીમાં વધુ વૃક્ષો કાપવાનું થશે નહીં. આના પહેલા લૉ સ્ટૂડન્ટ્સના એક ડેલિગેશને મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સાથે મુલાકાત કરી હતી. ડેલિગેશને સીજેઆઈને પત્ર સોંપીને મામલામાં હસ્તક્ષેપની અપીલ કરી હતી. બીજી તરફ મુંબઈમાં એરેસ્ટ કરાયેલા 29 દેખાવકારોને હોલીડે કોર્ટમાંથી જામીન મળવા પર થાણે જિલ્લામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ અદાલતે શરત મૂકી છે કે આ લોકો હવે કોઈ પ્રદર્શનમાં સામેલ થશે નહીં.

ડેલિગેશનનું નેતૃત્વ કરી રહેલા રિશવ રંજને કહ્યુ હતુ કે પત્રમાં સીજેઆઈને લખવામાં આવ્યું છે કે મુંબઈના ફેંફસાની હત્યા થઈ રહી છે. આરે કોલોનીમાં તેમનું કાપવાનું રોકવામાં આવે. જ્યારે અમે તમને આ પત્ર લખી રહ્યા છીએ, ત્યારે મુંબઈમાં મીઠી નદીના કિનારે આવેલા આરએ ફોરેસ્ટના વૃક્ષ કપાઈ રહ્યા છે. અહેવાલો મુજબ, અત્યાર સુધી 1500 વૃક્ષોને કાપવામાં આવ્યા છે. મુંબઈ મેટ્રો રેલવે કોર્પોરેશન (એમએમઆરસી) અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ (એમસીજીએમ)ની ગતિવિધિઓ પર નજર રાખી રહેલા અમારા સાથીદારોને જેલ મોકલવામાં આવ્યા છે. તેઓ પોતાના માતાપિતા સાથે પણ વાત કરી શકતા નથી.

રિશવે કહ્યુ છે કે અમે ઈચ્છીએ છીએ કે સુપ્રીમ કોર્ટ તાત્કાલિક વૃક્ષોના કાપવા પર રોક લગાવે. જેનાથી 2700 વૃક્ષોમાંથી ઓછામાં ઓછા કેટલાક વૃક્ષોને બચાવી શકાય છે. કાર શેડ આરે કોલોનીમાં 33 એકર જમીન પર બનાવાય રહ્યું છે. આ મીઠી નદીના કિનારે આવેલું છે. જેથી ઘણાં પેટાકલમો અને નહેરો છે. આ નહીં રહે, તો મુંબઈમાં પૂર આવી શકે છે. તેમા 3500 વૃક્ષો છે, જેમાથી 2238 વૃક્ષોને કાપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. સવાલ એ છે કે એક એવું જંગલ જે નદી કિનારે છે અને જેમા 3500 વૃક્ષો છે, તેને એક પ્રદૂષણ ફેલવાનાર ઉદ્યોગ માટે કેમ પસંદ કરવામાં આવ્યું.

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આ મામલામાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસની ટીકા કરીને કહ્યુ છે કે તે માત્ર કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છે. સોમૈયાએ કહ્યુ છે કે અમે કોર્ટના આદએશને સ્વીકારીએ છીએ અને તેનું સમ્માન કરીએ છીએ. આ દુખદ છે કે કેટલાક લોકો મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસની સરખામણી જનરલ ડાયર સાથે કરી રહ્યા છે. અમે તેનો આકરો વિરોધ કરીએ છીએ. જો જરૂરત હશે તો અમે ચૂંટણી પચંને આની ફરિયાદ કરીશું. મેટ્રો પરિયોજનામાં અમે વિલંબ કરવા ઈચ્છતા નથી, કારણ કે આનાથી મુંબઈ પર બોજો વધશે.