લીંબુની છાલ ફેંકી દો છો? તો હવે તેમાંથી બનાવો આ લિક્વિડ જેનાથી વાસણ કરી શકાશે સાફ, અને જીવજંતુઓનો થશે નાશ
આપણા દરેકના ઘરોમાં લીંબુનો ઉપયોગ તો કાયમ થયો જ હશે, દાળ હોય કે કોઈ વાનગી હોય અથવા તો પછી લેમન જ્યુસ હોય દરેક આઈટમ બનાવા માટે લીબું વપરાય છે જો કે પછી લીબુંની છાલ આપણે કચરામાં નાખી દેતા હોઈએ છીએ ,પરંતુ આજે આ લીંબુની છાલ તમારા કેટલા કામની છએ તે જણાવીશું, આ છાલની મદદથી તમે તમારા વાસણની ચીકાશ પણ દૂર કરી શકો છો. ા સાથે જ તેમાથી બનેલા લિક્વિટને તમે જંતુનાશક દવા તરીકે ઉપયોગ પણ કરી શકો છો,.તો ચાલો જોઈએ લિક્વિડ બનાવાની રીત
- 10 નંગ લીંબુની છાલ ઓછામાં ઓછી
- 2નંગ – તજ
- 2 ચમચી – ખાવાનો સોડાખાર
- 4 ચમચી – વિનેગર
- 4 ચમચી – વાસણ માંજવાનું કોઈ પણ લિક્વિડ
- 1 લીટર પાણી
સૌ પ્રથમ એક તપેલી લો તેમાં એક લીટર પાણી લો હવે તમામ લીંબુની છાલ તેમાં નાખીદો અને તજ પણ નાથીને તેને 10 મિનિટ સુધી ગેસ પર ઉકાળઈ લો
હવે 10 મિનિટ બાદ તેમાં સોડા ખાર અને વિનેગાર એડ કરીને ફરી 5 મિનિટ ઉકાળી લો અને તેમાં એકથી 2 વખત ચમચી ફેરવીદો, લીબુંના પાણીનો રંગ પીળો થાય એટલે તેને ગેસ પરથી નીચે ઇતારીલો
હવે 2 મિનિટ બાદ તેમાં વાસણ સાફ કરવાનું લિક્વિડ ઉમેરી દો, હવે આ લિક્વિટને એક ચારણી વડે ગાળી લોઅને બોટલમાં ભરી દો
આ લિક્વિડને તમે ઘરના ખુણોમાં સ્પ્રે કરી શકો છો આની સ્મેલ થી જંતુઓ આવતા નથી ,વંદાઓ પણ આવતા નથી.સાથએ ખુણાઓ જે ભેજથી બદબૂ મારે છે તે બદબૂ પમ દૂર થાય છે.
આ સાથે જ તમારા ઘરમાં જ્યારે ખૂબ ચીકાશ વાળા વાસણો હોય ત્યારે તેને આ લિક્વિડની મદદથી ધોય લો તેનાથી વાસણની ચીકાશ તો દૂર થશે જ સાથે એક સેમનની સ્મેલ વાસણમાં ફઅરેશ આવશે
ખાસ કરીને જે લોકોના ઘરે નોનવેજ વધુ બને છે અથવા તો ઈંડા બનતા હોય તે લોકોએ નોનવેજના વાસણ માટે આ લિક્વિડનો ઉપયોગ કરવો જોઈએ.જેનાથી વાસણમાંછી વિછળી સ્મેલ દૂર થાય છે અને વાસણ ફ્રેસ લાગે છે.