ચીનમાં તિબ્બત એરલાઈન્સમાં લાગી આગ- વિમાન ટેકઓફ કરતા સમયે રનવે પાર કરી જતા સર્જાય આ દૂઘટના,ઘણા લોકો ઘાયલ
- ચીનમાં વિમાનમાં સર્ટેજાય દૂર્કઘટના
- રનવે પાર કરી જતા તિબ્બત એરલાઈન્સમાં લાગી આગ
- આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર
દિલ્હી – વિશ્વભરમાં વિમાન અકસ્માતની જૂદી જૂદી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી આજરોજની સવારે ચીનમાં વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે,જો કે આ ઘટના રનવે પાર કરી જવાથી ઘટી હોવાની માહિતી મળી છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ચીનના ચોંગકિંગમાં આજરોજ ગુરુવારની સવારે મોટી દુર્ઘટના ટળી હતી. એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન તિબેટ એરલાઈન્સનું એક વિમાન રનવે ઓળંગી ગયું હતું જેને લઈને દૂર્ઘટના સર્જાય હતી.
જો આ બાબતે સ્થાનિક મીડિયાની વાત માનીએ તો આ ફ્લાઈટ ચોંગકિંગથી તિબેટના લ્હાસા જવા રવાના થતી હતી. જોકે, રનવે પરથી ઉતરીને પ્લેન અટકી ગયું અને ત્યાર બાદ પ્લેનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.