તાજમહેલ જોવા માટેની ટિકિટ થઈ શકે છે મોંધી, પહેલી એપ્રિલથી ભાવ વધવાની સંભાવના
- હવે તાજમહેલ જોવો મોંઘો પડશે
- પ્રવાસીઓએ ચૂકવવા પડશે વધુ પૈસા
- 1 એપ્રિલથી ટિકિટના ભાવ વધી શકે છે
આગ્રામાં તાજમહેલ જોવો મોંધો પડી શકે છે.પ્રવાસીઓએ તાજ જોવા માટેના વધારે પૈસા ચૂકવવા પડી શકે છે.પ્રસાશને ભારતીય અને વિદેશી પ્રવાસીઓ માટે એન્ટ્રી ટિકિટની કિમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય પ્રવાસીઓ હાલમાં તાજ જોવા માટે 250 રૂપિયાની ટિકિટ લે છે,જ્યારે વિદેશી પ્રવાસીઓએ 1300 રૂપિયા ચુકવવા પડે છે. જો પ્રસ્તાવ પસાર થઈ જશે,તો મુખ્ય ગુંબદમાં પ્રવેશ માટે ભારતીય પ્રવાસીઓએ 480 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓએ 1600 રૂપિયા ચૂકવવા પડશે.
આગ્રા ડેવલપમેન્ટ ઓથોરિટીની બોર્ડ મીટીંગ પહેલા તાજમહેલની ટિકિટ કિંમત અંગેના બાકી પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. ઓથોરિટીએ સરકારને તાજમહેલના ટોલ ફંડમાં વધારો કરવા માટે એક પ્રસ્તાવ મોકલ્યો છે,જેથી જો સરકાર દરખાસ્ત પસાર કરે તો તાજમહેલની ટિકિટ દર 1 એપ્રિલથી વધી શકે છે.
આગ્રા વિકાસ ઓથોરિટી તરફથી મુખ્ય ગુંબજમાં પ્રવેશ માટે 200 રૂપિયાની વધારાની ટિકિટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જ્યારે પ્રવાસીઓ પર અગાઉથી ASI વતી 200 રૂપિયા લેવામાં આવે છે. આગ્રાના ડિવિઝલ કમિશનર અમિત ગુપ્તાએ કહ્યું કે, એડીએ તાજમહેલના મુખ્ય ગુંબજમાં પ્રવેશ માટે 200 રૂપિયા વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો છે,જે પહેલાથી ચાર્જ કરવામાં આવેલા 200 રૂપિયાથી સંપૂર્ણપણે અલગ છે. તેમણે કહ્યું હતું કે જો ટિકિટના ભાવ વધે તો પ્રવાસીઓને અસુવિધા થઇ શકે છે.
-દેવાંશી