અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટર નેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર ટ્રાફિકનો સારોએવો ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તો બે-ત્રણ ફ્લાઈટ્સના પ્રવાસીઓ એરપોર્ટ પર ભેગા થઈ જતાં કર્મચારીઓને વ્યવસ્થા જાળવવામાં ભારે મથામણ કરવી પડતી હતી. એરપોર્ટ પરથી ટર્મિનલમાં પ્રવેશ પ્રક્રિયા ઝડપી બનાવવા હવે ગેટ પર બારકોડ સિસ્ટમ શરૂ કરાઈ છે. ટિકિટનું મેન્યુઅલ ચેકિંગ થતું હોવાથી લાંબી લાઈન લાગતી હતી. હવે બંને ગેટ પર બારકોડ સ્કેન મશીન મુકાતા ફ્લાઇટ સહિતની વિગતો સ્ક્રિન પર દેખાશે. પેસેન્જરે માત્ર આઈડી બતાવવાનું રહેશે. હાલ સીઆઈએસએફના જવાનો ફ્લાઇટની ટિકિટ અને આઇડી ચેક કરે પછી જ ટર્મિનલમાં પ્રવેશ આપવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ટ્રાફિકનો સારોએવો ધસારો રહે છે. ઘણીવાર તો એરપોર્ટ પર ફ્લાઈટ્સના પાર્કિંગ માટેની જગ્યા પણ હોતી નથી, છેલ્લા કેટલાક મહિનાઓથી ઈન્ટર નેશનલની જેમ ડોમેસ્ટીક ફ્લાઈટ્સના પ્રવાસીઓમાં પણ ખાસ્સો વધારો થયો છે. ફ્લાઈટસની ટિકિટનું મેન્યુઅલી ચેકિંગને લીધે પ્રવાસીઓની લાંબી લાઈનો લાગતી હતી. હવે બારકોડ સિસ્ટમ દાખલ કરતા પ્રવાસીઓનો સમય બચશે. એરપોર્ટના બંને ગેટ પર બારકોડ સ્કેન મશીન મુકાતા ફ્લાઇટ સહિતની વિગતો સ્ક્રિન પર દેખાશે. પેસેન્જરે માત્ર આઈડી બતાવવાનું રહેશે. હાલ સીઆઈએસએફના જવાનો ફ્લાઇટની ટિકિટ અને આઇડી ચેક કરે પછી જ ટર્મિનલમાં પ્રવેશ આપવામાં આવે છે. એરપોર્ટ પર ફ્લાઇટની ટિકિટ ફરજિયાત બારકોડ સ્કેન કરીને પ્રવેશ આપવાનો હોવાથી ડમી ટિકિટ ઉપર મુસાફરી કરવી અઘરી બનશે. ઘણી વખત કેટલાક મુસાફરો ટિકિટમાં નામ એડિટ કરીને યેનકેન પ્રકારથી પ્રવેશ લઈ લેતા હતા અને આવા અનેક કેસો પણ સામે આવ્યા હતા. પરંતુ બારકોડ સિસ્ટમથી કોઈ આવી હરકત કરી શકશે નહીં.