દિલ્હી – ટી 20 વર્લ્ડ કપને લઈને ક્રિકેટ રસીયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, ચતેનું તાજુ ઉદાહરમ છે મેચની ટિકિટ, જી હા ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ટિકિટો ગણતરીની પળોમાં વેચાઈ ગઈ હતી, ઉલ્લએખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપને હવે માત્ર થોડા મહિના જ બાકી છે. આ ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે છે. 2021 T20 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાની પહેલી મેચ પાકિસ્તાન સાથે હતી ,ભારત ગ્રુપ સ્ટેજથી જ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. આ વખતે પણ ભારતની પહેલી મેચ પાકિસ્તાન સાથે છે અને આ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.
ગ્લોબલ સ્પોર્ટ્સ ટ્રાવેલ કંપની આ ટુર્નામેન્ટની ટિકિટો વેચવાના અધિકાર ધરાવે છે. કંપનીએ ટિકિટ વેચાણને લઈને જણાવ્યું કે અત્યાર સુધીમાં અમે અમારા 40 ટકા પેકેજ ભારતમાં વેચ્યા છે. તે જ સમયે, ઉત્તર અમેરિકામાં 27 ટકા, ઓસ્ટ્રેલિયામાં 18 ટકા અને યુકે અને બાકીના વિશ્વમાં 15 ટકા વેચાય છે. મેલબોર્નમાં હોટલના રૂમ પહેલાથી જ બુક થઈ ગયા છે. ભારત-પાકિસ્તાન મેચ માટે મેલબોર્નમાં લગભગ 45-50,000 દર્શકોની અપેક્ષા છે. સામાન્ય ટિકિટો થોડી મિનિટોમાં વેચાઈ ગઈ હતી, માત્ર થોડી જ વીઆઈપી ટિકિટો બચી હતી.”
ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી T20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે, જ્યારે ભારતની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. આ મેચ દિવાળીના એક દિવસ પહેલા રમાશે. તે જ સમયે, ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 13 નવેમ્બરે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચની ટિકિટની માંગ સૌથી વધુ છે.