સાયન્સ સિટીમાં આવેલા વિવિધ આકર્ષણો જોવા માટે ટિકીટ ઘટાડાયા, હવે ટિકિટ માત્ર 499 રૂપિયા
અમદાવાદ: શહેરના સાયન્સ સિટીમાં વૈશ્વિક આકર્ષણને લીધે રોજબરોજ અનેક લોકો મુલાકાતે આવે છે. જોકે શહેરના મધ્યમ વર્ગના પરિવારો ટિકિટના તોતિંગ ભાવને કારણે પોતાના બાળકોને લઈને સાયન્સ સિટીની મુલાકાતે આવી શક્તા નથી. ત્યારે સાયન્સ સિટીના આકર્ષણોની ટિકિટના દરમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સાયન્સ સિટીના આકર્ષણોની ટિકિટ અગાઉ 900 રૂપિયા હતી, જે હવે 499 રૂપિયા કરી દેવામાં આવી છે. મુલાકાતીઓને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સાયન્સ સિટીમાં આવેલા વિવિધ આકર્ષણોના ટીકીટ દર ઘટાડવામાં આવ્યા છે. અગાઉ જે દર રૂ.900 હતા તેને ઘટાડીને રૂ.499 કરવામાં આવ્યા છે. મુલાકાતીઓને પ્રોત્સાહન આપવા આ જાહેરાત કરાઈ છે. સાયન્સ સિટીના આકર્ષણોમાં 499 ના દરમાં મુખ્ય પ્રવેશ, એકવેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, 5ડી થિયેટર, 1 વિઆર રાઈડ, થ્રિલ રાઈડ, મિશન ટુ માર્સ રાઈડ, 4ડી થિયેટર, અર્થકવેક એકસીપીયન્સ રાઈડ અને કોલ માઇન રાઈડનો સમાવેશ થાય છે. અમદાવાદ સાયન્સ સીટીમાં 250 કરોડના ખર્ચે નિર્માણધીન એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાયન્સ સિટી ખાતે નિર્માણાધિન એક્વેટિક ગેલેરીમાં અંડરવોટર વોક-વે ટનલની 16 જુલાઈથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સાયન્સસિટીમાં અત્યાધુનિક જાહેર એક્વાટિક્સ ગૅલરીમાં સમગ્ર દુનિયાની મુખ્ય શાર્ક્સ ધરાવતી મુખ્ય ટેન્કની સાથે વિશ્વના વિવિધ પ્રદેશોની દરિયાઇ જાતો છે. તેમાં 28 મીટરનો બેનમૂન વૉક વૅ ટનલ છે, જે અનોખો અનુભવ પૂરો પાડી રહ્યો છે. રોબિટિક્સ ગૅલરી ઇન્ટરેક્ટિવ ગૅલરી છે જે રોબોટિક્સ ટેકનોલોજીના અગ્રણીઓને પ્રદર્શિત કરે છે અને તે મુલાકાતીઓને રોબોટિક્સના સદા આગળ વધતા ક્ષેત્રને ચકાસવાનો મંચ પૂરો પાડ્યો છે. પ્રવેશદ્વારે ટ્રાનસફોર્મર રોબોટની વિશાળ પ્રતિકૃતિ છે. ગૅલરીનું અજોડ આકર્ષણ સ્વાગત કરતો હ્યુમેનોઇડ રોબોટ છે જે મુલાકાતીઓ સાથે હર્ષ, આશ્ચર્ય અને ઉત્તેજના જેવી લાગણીઓ વ્યકત કરવાની સાથે વાત કરે છે. વિભિન્ન ક્ષેત્રોના રોબોટ્સ ગૅલેરીના વિવિધ માળે ગોઠવવામાં આવ્યા છે જે દવા, કૃષિ, અવકાશ, સંરક્ષણ અને રોજબરોજની જિંદગીમાં વપરાશના ક્ષેત્રે એપ્લિકેશનો પ્રદર્શિત કરે છે.
પાર્કમાં ધુમ્મ્સ બાગ, ચેસ ગાર્ડન, સેલ્ફી પોઇન્ટ્સ, શિલ્પ પાર્ક અને ખુલ્લી ભૂલભૂલામણી (મેઝિક) જેવી ઘણી નયનરમ્ય વિશેષતાઓ છે. તેમાં બાળકો માટે ડિઝાઇન કરાયેલા રસપ્રદ ભૂલભૂલામણીનો સમાવેશ થાય છે. પાર્કમાં મૅમથ (પ્રાચીન કાળના કદાવર હાથી), ટેરર બર્ડ, સબેર ટુથ લાયન જેવા નષ્ટ પામેલા પ્રાણીઓના શિલ્પો વૈજ્ઞાનિક માહિતીની સાથે છે.