રિલીઝ પહેલા જ ‘ટાઈગર 3’ એ કરી રેકોર્ડ બ્રેક કમાણી,7 દિવસમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારશે
મુંબઈ: સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ‘ટાઈગર 3’ રિલીઝ થવામાં માત્ર બે દિવસ બાકી છે. ફિલ્મનું પ્રી-બુકિંગ ઝડપથી ચાલી રહ્યું છે. ચાહકો ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. સલમાન-કેટરિનાની દમદાર જોડીને ફરી એકસાથે જોવા ચાહકો આતુર છે. આ એક્શન ફિલ્મ જોવા માટે ચાહકો સતત બુકિંગ કરી રહ્યા છે, જેના કારણે ફિલ્મની રિલીઝ પહેલા જ કમાણીનો રેકોર્ડ બનવા લાગ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ પહેલા અઠવાડિયામાં જ 300 કરોડનો આંકડો પાર કરી જશે.
ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 12 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. માત્ર હિન્દીભાષી ક્ષેત્રમાં જ ફિલ્મે પ્રથમ દિવસે 11 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. એટલે કે આ ફિલ્મ પહેલા દિવસે 12.43 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરવા જઈ રહી છે તે નક્કી થઈ ગયું છે. પહેલા દિવસે અત્યાર સુધી વેચાયેલી ટિકિટોની વાત કરીએ તો 462327નો આંકડો પાર થઈ ગયો છે.પહેલા દિવસની પ્રીબુકિંગમાં હજુ 2 દિવસ બાકી છે. આનાથી સ્પષ્ટ છે કે ફિલ્મ પહેલા દિવસે જ 100 કરોડની કમાણી કરી શકે છે. જો આમ થશે તો તે એક નવો રેકોર્ડ બની જશે.
સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’નું પ્રી બુકિંગ પણ 5 નવેમ્બરથી શરૂ થઈ ગયું છે. ચાહકો પાસે પહેલેથી જ તેમની ટિકિટ બુક કરવાની તક છે. આ ફિલ્મ દિવાળી પર એટલે કે 12મી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આવી સ્થિતિમાં ફિલ્મને લોંગ વીકેન્ડ મળવા જઈ રહ્યો છે, જેનો સીધો અર્થ એ છે કે ફિલ્મ ધમાકેદાર કમાણી કરશે. આ ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં છે. કેટરીના આ ફિલ્મની મુખ્ય હિરોઈન છે અને ઈમરાન હાશ્મી પણ ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકામાં છે. એકંદરે આ ફિલ્મ સંપૂર્ણપણે મસાલેદાર બનવાની છે.