Site icon Revoi.in

ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈથી પ્રેરાઈને ટાઈગર શ્રોફે કર્યું કંઈક આવું

Social Share

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર ટાઈગર શ્રોફ અભિનયની સાથે પોતાની ફિટનેશને લઈ જાણીતા છે. ટાઈકલ અવાર-નવાર વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરે છે. દરમિયાન ટાઈગર શ્રોફે વધુ એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તે 140 કિલો વજનની સાથે કસરત કરતા જોવા મળે છે.

ટાઈગર શ્રોફએ પોતાના ટફ એક્સસાઈઝ વીડિયો શેયર કરીને લખ્યું છે. 140 કિલો અને કાઉન્ટીંગ ચાલુ છે. અભિનેતાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર મીરાબાઈને શુભેચ્છા પાછવી છે. તેમજ લખ્યું છે કે, શુ પરફોરમ્ન્સ હતી. ટાઈગરના આ વીડિયો ઉપર બોલીવુડના કલાકારો કોમેન્ટ કરી રહ્યાં છે. રિતેશ દેશમુખે કોમેન્ટ કરીને લખ્યું છે, અવિશ્વનીય. આપને વધારે શક્તિ મળી ભાઈ. જ્યારે જેકી શ્રોફે લખ્યું છે, બ્લેસ યુ ભીડું.. અચ્છાઈ ફેલાવતો રહો..

ટાઈગર શ્રોફ બોલીવુડમાં એકશન હીરોને ટેગ પોતાને નામ કરવામાં સફળ રહ્યો છે. હીરોપંતી, બાગી અને ફ્લાઈંગ જટ તેમજ ઋતિક રોશન સાથે વોર આમ ટાઈગર શ્રોફની દરેક ફિલ્મમાં જોરદાર એક્શન જોવા મળે છે. અત્યારે ટાઈગર હીરોપંતી-2ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેની સાથે જોડાયેલો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો.