1. Home
  2. ગુજરાતી
  3. ટાઈગર શ્રોફે બોલીવુડમાં પ્રવેશ પહેલા માતા માટે જોયેલુ સ્વપ્ન હવે કર્યું પૂર્ણ
ટાઈગર શ્રોફે બોલીવુડમાં પ્રવેશ પહેલા માતા માટે જોયેલુ સ્વપ્ન હવે કર્યું પૂર્ણ

ટાઈગર શ્રોફે બોલીવુડમાં પ્રવેશ પહેલા માતા માટે જોયેલુ સ્વપ્ન હવે કર્યું પૂર્ણ

0
Social Share

મુંબઈઃ ટાઈગર શ્રોફે તાજેતરમાં જ માતા આયશા શ્રોફ માટે એક 8 બીએચકેનું આલિશાન ઘર લીધું છે. પિતા જેકી શ્રોફે આ વાત ઉપર ગર્વ લઈને કહ્યું હતું કે, જ્યારથી તેમણે બોલીવુડમાં પ્રવેશ કર્યો છે ત્યારથી જ ટાઈગર માતા આયશાના સપના પૂર્ણ કરવામાં આગ્યો છે. ટાઈગરે ફિલ્મમાં કામ શરૂ કર્યું તે પહેલા જ માતા માટે ઘર ખરીદવાનું સ્વપ્ન જોયું હતું. તે હંમેશાથી આ સ્વપ્ન પાછળ દોડતો રહ્યો છે. હંમેશા એક બાળક પોતાની માતા માટે કંઈ કરવા માંગતો હોય છે. તે ખુબ પ્રેમાળ અને ભાવુક છોકરો છે.

જેકીએ વધુમાં કહ્યું હતું કે, ટાઈગરની પરવરિશમાં મારુ કોઈ યોગદાન નથી. આયશા અને બે દાદીઓએ મોટો કર્યો છે. ત્રણેય દેવીઓએ ટાઈગરમાં સંસ્કારનું સિંચન કર્યું છે. મારે હંમેશા કામ અર્થે બહાર રહેવાનું થતું હતો જ્યારે પણ પરત આવતો ત્યારે પરિવાર માટે સમય ફાળવતો હતો. અન્યોની સરખામણીએ તે સંપૂર્ણ અલગ છે જે રીતે તે પોતાના કામ અને ફિટનેશને લઈને અનુશાસિત છે તે વખાણવા લાયક છે.

આયશાના પ્રોડક્શન હાઉસની અસફળતા બાદ બૂમ ફિલ્મ નિષ્ફળ રહી હતી. જેથી જેકીને પોતાનું ઘર વેચવું પડ્યું હતું. તેમજ દેવુ ચુકવવા માટે ભારે મહેનત કરવી પડી છે. ટાઈગર અને તેની બહેન કૃષ્ણા શ્રોફ તે સમયે ખુબ નાના હતા. ટાઈગરએ વર્ષ 2014માં કૃતિ સૈનન સાથે હીરોપંથીથી બોલીવુડમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેણે બાગી, મુન્ના માઈકલ, સ્ટુડન્ટ ઓફ ધ ઈયર-1 અને વોર જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમજ હવે ટાઈગર હીરોપંથી 2 અને બાગી 4માં જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code