- શબે બરાત અને હોળીને લઈને દિલ્હી પોલીસ એલર્ટ
- કોઈ ઘટના ન ઘટે તે માટે પોલીસ સતર્ક બની
દિલ્હીઃ- આવતી કાલે સમગ્ર દેશમાં હોળઈનો પ્રવ મનાવાઈ રહ્યો છએ તો સાથે જ ઈસ્લામિક તહેવાર શેબે બરાત પણ છે આ જોતા દેશની રાજધાની દિલ્હીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ અપ્રિય ઘટના ન બને.
પોલીસ દ્રારા કોઈપણ અનિચ્છનીય ઘટના કે ગડબડની આશંકા માટે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે પોલીસને બદમાશો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા તમામ 15 પોલીસ જિલ્લાઓને જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં 7-8 માર્ચની વચ્ચેની રાત્રિ દરમિયાન બાઇક સ્ટંટ કરનારાઓને રોકવા માટે ધાર્મિક નેતાઓ અને સ્થાનિક સ્વયંસેવકોની મદદ લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ સાથે જ સ્પેશિયલ સીપી ટ્રાફિક એસએસ યાદવે જણાવ્યું હતું કે તહેવારના દિવસે જરૂરીયાત મુજબ પોલીસ ફોર્સનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમ હોળી અનિષ્ટ પર સારાની જીતનો સંદેશ આપે છે, અમે તમામ દિલ્હીવાસીઓને હોળી દરમિયાન સલામત અને સ્વચ્છ રહેવાની ઈચ્છા રાખીએ. એડવાઈઝરી મુજબ પોલીસની એક ટીમ સોશિયલ મીડિયા પર પણ નજર રાખશે અને અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ સાથે જ પોલીસ ફોર્સ આદેશ આપવામાં આવ્યા છે કે ફિલ્મો, ટ્રિપલ રાઇડિંગ, ઓછી ઉંમરના વાહન ચલાવવા અને હેલ્મેટ વિના વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી કરવામાં આવે. મોબાઇલ પિકેટ્સ પણ દારૂનું રેન્ડમ ચેકિંગ કરવામાં આવે અને દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે