- લાલ કિલ્લા આસપાસ પતંગ ઉડાવા પર બેન
- 15 ઓગસ્ટે પીએમ મોદી દેશને કરશે સંબોધિત
દિલ્હીઃ- સ્વતંત્ર દિવસને લઈને રાજધાનીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ખાસ કરીને લાલ કિલ્લા આસપાસ પતંગ ઉડાવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે,આ સીહત સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યા છે.
લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની સુરક્ષામાં કોઈ ભંગ કે ખતરો ન સર્જાય તે માટે ઐતિહાસિક કિલ્લાની આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારને ધ્વજવંદન સમારોહ સુધી “નો કાઈટ ફ્લાઈંગ ઝોન” જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. દિલ્હી પોલીસ અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી.આ સહીત અસંબંધિત સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ચાંદની ચોક, જામા મસ્જિદ, દરિયાગંજ અને બડા હિન્દુ રાવની આસપાસના વિસ્તારમાં રહેતા પતંગ ઉડાવનારાઓની ઓળખ કરી રરહ્યા છે અને તેમને મળી રહ્યા છે અને તેમને પતંગ ન ઉડાડવા માટે કહેવામાં આવી રહ્યું સુરક્ષાના કારણોસર 15 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યા સુધી પતંગ ઉડાડવા પર પ્રતિબંઘ લગાવાયો છે.
ઉલ્લેખનીય છે કે આ સ્વતંત્રતા દિવસ, જે રાષ્ટ્રીય રાજધાનીના બિનસત્તાવાર પતંગ ઉડાવવાનો દિવસ પણ છે, જો કે સુરક્ષાના ભાગરુપે લાલ કિલ્લા પરની આકાશ પતંગોથી મુક્ત રહેશે.પોલીસે લગભગ ત્રણ કલાક સુધી સ્વચ્છ આકાશ સુનિશ્ચિત કરવા માટે દિવાલવાળા શહેર વિસ્તારમાંથી 231 નિયમિત પતંગબાજોની મદદ લીધી છે.
આ સાથે જઅધિકારીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન લાલ કિલ્લા નજીક પતંગ ઉડાડવા પર IPC કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે, ઉલ્લંઘન કરનારાઓને કલમ 188 (સત્તાવાર આદેશોનો અનાદર) હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે.