Site icon Revoi.in

G 20 સમિટને લઈને જમ્મુ કાશ્મીરમાં સખ્ત સુરક્ષા બંદોબસ્ત, 15 દિવસ સુધી તમામ શાળાઓમાં રજા અપાઈ

Social Share

શ્રીનગરઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેની અનેક મિટિંગ દેશના અનેક શહેરોમાં યોજાઈ રહી ચે મહત્વની વાત એ છે કે જી 20 સમિટને લઈને દેશના રાજ્ય જમ્મુ કાશ્મીરની પણ પસંદગી કરાઈ છે આ સમિટને લઈને અત્યારથી જ જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં ભારે સુરક્ષા ગોઠવવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  G-20 સભ્ય દેશોના પ્રવાસન કાર્યકારી જૂથની સમિટ 22થી 24 મે દરમિયાન શ્રીનગરમાં દાલ તળાવના કિનારે સ્થિત શેરે કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ રહી છે. કાશ્મીરમાં યોજાનાર જી 20 સમિટને લઈને તમામ શાળાઓમાં પણ 15 દિવસની એટલે કે 25 મે સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીરમાં G-20 સમિટ અને વિદેશી મહેમાનોની સુરક્ષા માટે ઉધમપુરમાં લગભગ 600 પોલીસકર્મીઓને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. આ જવાનો સાદા યુનિફોર્મમાં મહેમાનોની આસપાસ તૈનાત રહેશે. આ ઉપરાંત અન્ય સુરક્ષા દળો ઉપરાંત NSG કમાન્ડો અને નેવીના MARCOS સ્ક્વોડ પણ તૈનાત રહેશે.

કેન્દ્રશાસિત પ્રદેશમાં આ પ્રથમ વખત છે કે જ્યાકે આંતરરાષ્ટ્રીય સ્તરની  આટલી મોટી સમિટ યોજાવા જઈ રહી છએ ઉલ્લેખનીય છે કે આ સમિટને લઈને આતંકીઓની નજર જમ્મુ કાશ્મીર પર અટકેલી છે જેને લઈને આતંકવાદી ખતરાને ધ્યાનમાં રાખીને કાશ્મીર અને જમ્મુ માં પણ સેનાના જવાનોની તૈનાતી વધારી દેવામાં આવી છે.

ખાસ કરીને સુરક્ષાની દ્રષ્ટિએ આવા વિસ્તારોમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે કે જ્યા સતત આતંકીઓ હુમલાની ઘટના પ્રકાશ માં આવે છે જેમાં  કઠુઆ, જમ્મુ, રાજૌરી અને પૂંચનો સમાવેશ થાય છે એટલું જ નહી આ તમામ વિસ્તારોમાં આર્મી પબ્લિક સ્કૂલોને 25 મે સુધી બંધ કરવાનો આદેશ કર્યો છે.

જો કે વિદ્યાર્થીઓને નુકશાન ન થાય તે માટે શાળાઓમાં ઓનલાઈન વર્ગો ચાલશે. આ ઉપરાંત પુંછ અને રાજૌરીમાં તાજેતરના આતંકવાદી હુમલાઓ બાદ કોઈ માહિતીને ગંભીરતાથી લેવાઈ રહી છે અને સુરક્ષા કરવામાં આવી છે.સુરક્ષા દળોએ ગઈકાલે પૂંચના જૂના વિસ્તાર અને રાજૌરીના બથુનીમાં શંકાસ્પદને જોવામાં આવ્યા બાદ એક વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સાથે જ જમ્મુ-શ્રીનગર હાઈવે, જમ્મુ-પૂંચ હાઈવે પર પણ કડક સુરક્ષા રાખવામાં આવી રહી છે. શ્રીનગર અને જમ્મુ શહેરમાં વધારાના દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.