- દિલ્હીમાં કડક સુરક્ષા બંદોબસ્ત
- નવા વર્ષની ઉજવણી પર પોલીસની લાલ આંખ
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હી ઓમિક્રોન કથા કોરોના વાયરસથી ખૂબ પ્રભઆવિત છે,ત્યારે યલો શ્રેણીમાં આવતા દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી પર કડક બંદોબસ્ત લાગૂ કરવામાં આવ્યો છે, કોઆ પણ વ્યક્તિ સમૂહમાં પાર્ટી ન કરે તે માટે થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએથી જ જાણીતા વિલ્તારોમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવી ચૂક્યો છે,દિલ્હીના મેઈન વિસ્તારોમાં હાલ સુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.
કોરોનાના કેસોમાં વધારાને જોતા દિલ્હી પોલીસ દ્વારા નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, નાઇટ કર્ફ્યુ અને કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.દિલ્હી પોલીસ એ સુનિશ્ચિત કરશે કે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરાયેલ કોવિડ-યોગ્ય વર્તણૂક માર્ગદર્શિકા સખત રીતે અમલમાં છે કે નહી.
દિલ્હી ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઈન્ડિયા ગેટ અને તેની આસપાસ રાહદારીઓ અને વાહનોના ટ્રાફિકનું સંચાલન કરવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે લોકોને ઈન્ડિયા ગેટ પર આવવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ઈન્ડિયા ગેટ અને તેની આસપાસ ‘સેન્ટ્રલ વિસ્ટા’ના ચાલી રહેલા બાંધકામને કારણે તે સામાન્ય લોકો માટે બંધ છે.
એલઆઈએસ દ્વારા રાત્રિ કર્ફ્યુના કડક અમલ ઉપરાંત કનોટ પ્લેસ, ચાણક્યપુરી, હૌઝ ખાસ અને અન્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે જે નવા વર્ષની પૂર્વ સંધ્યાને ધ્યાનમાં રાખીને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.જ્યા સુરક્ષા વધારી દેવામાં આવી છે.આથી વિશેષ પોલીસે કહ્યું કે જે લોકો દારૂના નશામાં વાહન ચલાવે છે અને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વિવિધ સ્થળોએ સાદા કપડામાં પોલીસ જવાનો પણ તૈનાત રહેશે અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહિલા પોલીસ કર્મચારીઓની વિશેષ ટીમો પણ તૈનાત કરવામાં આવશે.