હળદરનું તિલક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાથી લઇને સુખ સમૃદ્ધિમાં વધારો કરવા સુધીના લાભ આપે છે
હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સૌંદર્યમાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદર સાથે જોડાયેલા અમુક જ્યોતિષ ઉપાય લોકોની બંધ કિસ્મતને ચમકાવી શકે છે. તેમાંથી જ એક ઉપાય છે હળદરનું તિલક.
હળદરનું તિલક કરવાના ફાયદા
ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરીને હળદરનું તિલક કરવાના લાભ
પાપ દૂર થાય છે.
સકારાત્મક ઉર્જા વધે છે.
કાર્યોમાં સફળતા પ્રાપ્તિના યોગ બને છે.
દરરોજ હળદરનું તિલક કરવાથી થતા લાભ
કુંડળીમાં વ્યાપ્ત ગુરૂ ગ્રહનો દોષ દૂર થાય છે.
ગુરૂનો નકારાત્મર પ્રભાવ દૂર થાય છે.
યશ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.
ધન, સુખ, સમૃદ્ધિમાં વૃદ્ધિ થવાની સંભાવના વધી જાય છે.
હળદરથી માથા પર તિલક કરવાથી તમારી આભા પ્રકાશિત થાય છે. તમારા ચહેરા પર ચમક વધી શકે છે. ચહેરો તેજસ્વી બને છે.શ્રીહરિના નામથી લગાવવામાં આવેલું હળદરનું તિલક તમારા દોષોને દૂર કરવામાં મદદ કરી શકે છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા કાર્ય બનવા લાગે છે.