અમદાવાદઃ ભારત ઉપર અંગ્રેજોએ 200 વર્ષ સુધી શાસન કર્યું હતું. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી હતી. ભારતની આઝાદી માટે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ સહિતના મહાનુભાવોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગાંધીજીની આગેવાનીમાં કોંગ્રેસે અંગ્રેજો સામે આંદોલન કર્યું હતું. 100 વર્ષ પહેલા માર્ચ 1922માં અમદાવાદમાં જ અંગ્રેજોએ રાજદ્રોહના કેસમાં ગાંધીજીને સજા ફરમાવી હતી. સમય બળવાન હોવાનું કહેવાય છે અને 1922માં ગાંધીજીને સજા કરનારા અંગ્રેજોના દેશ યુનાઈડેટ કિંગડમ એટલે કે યુકે(બ્રિટન) વડાપ્રધાન બોરિસ જ્હોન્સન અમદાવાદની મુલાકાતે આવ્યાં છે એટલું જ નહીં સાબરમતી આશ્રમમાં બ્રિટનના પીએમ જ્હોનસને સત્ય અને અહિંસાના પુજારી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવીને બે હાથ જોળીને નમન કર્યું હતું. વર્ષો પહેલા આઝાદીની લડત લડતા લડવૈયાઓ ઉપર જુલામ ગુજારતા અંગ્રેજો ગાંધીજીના મૂલ્યોને અનુસરે છે. અમદાવાદની મુલાકાતે આવેલા બ્રિટનના પીએમ જ્હોનસન સત્ય અને અહિંસાની વાત કરી રહ્યાં છે. અમદાવાદમાં જ ગાંધીજીએ દેશની આઝાદીનો પાયો નાખીને આંદોલનનો પ્રારંભ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત મહાશક્તિ બનવા તરફ આગળ વધી રહ્યું છે અને ભારત સાથે સારા સંબંધો રાખવાની સાથે વેપાર કરવા માટે દુનિયાના મોટાભાગના દેશો ઈચ્છી રહ્યાં છે.