Site icon Revoi.in

વંદે ભારત ટ્રેનને લીધે અમદાવાદ-મુંબઈ વચ્ચેની શતાબ્દી એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરાયો

Social Share

અમદાવાદઃ ગાંધીનગરથી મુંબઈ વચ્ચે હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત ચાલુ થતાં હવે શતાબ્દિ એક્સપ્રેસના સમયમાં અને ગંતવ્યમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને આ ફેરફાર આજે તા, 1લી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસના પ્રારંભના પરિણામે ટ્રેન નંબર 12009/12010 શતાબ્દી એક્સપ્રેસ હવે 1લી ઑક્ટોબર, 2022થી મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે દોડશે. ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ મુંબઈથી 06.10 કલાકના હાલના સમયને બદલે 06.20 કલાકે ઉપડશે અને 6.33 કલાકને બદલે 6.43 કલાકે બોરીવલી પહોંચશે. આ ઉપરાંત આ ટ્રેન 12.25 કલાકના હાલના સમયને બદલે 12.45 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે 1 ઓક્ટોબર, 2022થી પરત દિશામાં ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદથી હાલના 15.05 કલાકને બદલે 15.10 કલાકે ઉપડશે. તેના રૂટના ગંતવ્ય સ્ટેશન અને અન્ય સ્ટેશનોના સમયમાં કોઈ ફેરફાર નહીં થાય.

સૂત્રોએ દુમાં જણાવ્યું હતું કે, વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત પરિચાલન આજથી એટલે કે તા 1 ઓક્ટોબર 2022થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને દર રવિવારે નહીં દોડે. ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 06.10 કલાકે ઉપડશે અને 12.30 કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી 14.05 કલાકે ઉપડશે અને 20.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. (file photo)