Site icon Revoi.in

ભાવનગરમાં તિરંગા મહોત્સવ, નાગરિકો મોટી સંખ્યામાં હાથમાં તિરંગાને લઈને ઉમટી પડ્યાં

Social Share

ભાવનગરઃ શહેરમાં તિરંગોત્સવ ભારે ઉત્સાહ ઇને ઉમંગથી ઊજવાયો હતો. તિરંગા યાત્રામાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં પણ અનેક નાના-મોટા શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.ગુજરાતમાં પણ તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેમાં ભાવનગર શહેરમાં પોલીસ બેન્ડ, વિવિધ શાળાઓના બેન્ડ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથેની આ તિરંગા યાત્રા યોજાઈ હતી, આ ‘તિરંગા યાત્રા’ને યાદગાર બનાવવા માટે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયા, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવો આ ‘તિરંગા યાત્રા’માં જોડાયા હતા.  આ તિરંગા યાત્રા એ.વી.(ધનેશ મહેતા) સ્કૂલના મેદાનથી પ્રારંભ થઈ નવાપરા, હલુરીયા ચોક, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઘોઘા ગેટ,  ખાર ગેટ, મામા કોઠા, બાર્ટન લાઇબ્રેરી,  હલુરીયા ચોકથી પરત એ.વી.સ્કૂલ પૂર્ણ થઈ હતી, આ ‘તિરંગા યાત્રા’માં અંદાજે હજારોની સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. આ યાત્રામાં ચાર જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરતાં સ્ટેજ પણ બનાવવામાં આવ્યા હતા.

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે ભાવનગર સ્થિત તેમના ઘરે 20 ફૂટ ઊંચા ધ્વજદંડ પર તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ અવસરે તેમની સાથે પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયા, ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તિરંગા યાત્રામાં શહેરના તમામ લોકો જ્ઞાતિ, જાતિ, સંપ્રદાયને

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,  દેશની આઝાદીનું આ 75મુ અમૃત વર્ષ આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉજવી રહ્યાં છીએ. આ અભિયાન આજે જન આંદોલન બની ચૂક્યું છે. ઘર, ખેતર, રોડ, ડુંગર તમામે-તમામ જગ્યાએ આજે ભારતીય સ્વાધિનતાના પ્રતિ એવાં ભારતીય તિરંગો ફરકાવવામાં આવી રહ્યો છે.