બ્લેક આઈલાઈનરથી કંટાળી ગયા છો ? તો પછી સ્ટાઇલિશ લુક મેળવવા માટે અજમાવો આ ડિફરન્ટ કલર્સ
- બ્લેક આઈલાઈનરથી કંટાળી ગયા છો ?
- સ્ટાઇલિશ લુક પણ મેળવવા માંગો છો ?
- આ ડિફરન્ટ કલર્સને અજમાવી જુઓ
આંખોમાં મસ્કરા સિવાય આઈલાઇન મહિલાઓને સ્ટાઇલિશ લુક આપે છે. આજકાલ મહિલાઓને કાજલ કરતાં આઈલાઈનર લગાવવી વધુ ગમે છે.
પોતાને પરફેક્ટ લુક આપવા માટે મહિલાઓ ઘણા પ્રકારના મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.પરંતુ કેટલાક મેકઅપ પ્રોડક્ટ્સ એવા પણ છે જે તમારા આખા લુકને સ્ટાઇલિશ અંદાજ આપે છે. આમાંથી એક છે આઈલાઈનર.જી હા, આજકાલ આઈલાઈનરનો એક ખાસ ટ્રેન્ડ ચાલી રહ્યો છે
મોટાભાગે લોકો બ્લેક કલરની આઈલાઈનર લગાવે છે, પરંતુ હવે માર્કેટમાં અલગ-અલગ રંગની આઈલાઈનર ઉપલબ્ધ છે.એવામાં તમે પણ અલગ-અલગ કલરની આઈલાઈનર લગાવી શકો છો.
બોલિવૂડ દિવાઓ હવે બ્લેક આઈલાઈનરને બદલે વિવિધ રંગોના લાઇનર્સ અજમાવી રહ્યા છે. જેમાં ગ્રે,ગ્રીન,બ્લુ વગેરે પ્રકારની આઈલાઈનર તમારા ચહેરાને એકદમ સ્ટાઇલિશ લુક આપશે.