Site icon Revoi.in

બાળકો રોજ એકનું એક લંચ-ડિનર કરીને કંટાળી ગયા છે? તો આ ટ્રાય કરો

Social Share

બાળકો તથા ક્યારેક આપણા જેવા મોટી ઉંમરના લોકો પણ રોજ એકનું એક જમીને કંટાળી જતા હોય છે. મોટી ઉંમરના લોકો તો આમ તો જમી લે છે જે મળે તે પણ બાળકોને જમાડવા તે ક્યારેક મોટો પડકાર બની જતો હોય છે. કારણ કે બાળકો જ્યારે એકની એક વસ્તું જમીને કંટાળી જાય તો ખાવામાં જોરદાર આનાકાની કરતા હોય છે અને આખરે કંટાળી જવાય છે.

જો બાળકો જ્યારે કંટાળી જાય ત્યારે તેમને આ પનીર સેન્ડવિચ બનાવીને આપવું જોઈએ. તેને બનાવવાની રીતે એવી છે કે પનીર સેન્ડવીચ બનાવવા માટે સૌપ્રથમ એક તપેલી લો અને તેમાં તેલ ઉમેરો અને તેને ગરમ થવા દો. તેલ ગરમ થાય પછી તેમાં સૌપ્રથમ જીરું ઉમેરો અને પછી બારીક સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળીને મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આ પછી તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખીને એક મિનિટ પકાવો. પછી તેમાં બારીક સમારેલા ટામેટાં ઉમેરો. આ પછી તેમાં એક ચપટી હળદર, લાલ મરચું, મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો વગેરે ઉમેરીને બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લો.જ્યારે આ મસાલો સારી રીતે બફાઈ જાય તો તેમાં છીણેલું ચીઝ ઉમેરો. પનીર નાખ્યા પછી ગેસ ધીમો રાખો, તેનું પાણી સુકવી લો અને બધી વસ્તુઓ બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ કોથમીરથી ગાર્નિશ કરો.