Site icon Revoi.in

પાસપોર્ટ માટે ધક્કા ખાઈને કંટાળી ગયા? હવે કરો માત્ર આ કામ અને પાસપોર્ટ તમારા હાથમાં

Social Share

નવી દિલ્લી: પાસપોર્ટને કોઈ પણ દેશનું સૌથી મોટું ડોક્યુમેન્ટ તરીકે ગણવામાં આવે છે. ભારતમાં પણ પાસપોર્ટનું મહત્વ એટલું જ છે તેના કારણે લોકો પાસપોર્ટ માટે કેટલીક વાર ધક્કા પણ ખાતા હોય છે. પણ હવે આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે.

જો હવે કોઈ પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યાં હોય તો પાસપોર્ટ સર્વિસ સેન્ટર જવાની જરૂર નથી. કારણ કે હવે આ પાસપોર્ટ માટે નજીકની પોસ્ટ ઓફિસ પણ જઇ શકો છો અને ત્યાં તમે પાસપોર્ટ માટે અરજી કરી શકે છે. ઇન્ડિયા પોસ્ટ હવે દેશની ઘણી પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ રજીસ્ટ્રેશન અને પાસપોર્ટ એપ્લાય કરવા જેવી સુવિધાઓ આપી રહી છે. તેના માટે તમે ફક્ત પોસ્ટ ઓફિસના કોમન સર્વિસ સેન્ટર કાઉન્ટર્સ પર જવાનું રહેશે.

આ બાબતે જાણકારી ઈન્ડિયા પોસ્ટ દ્વારા ટ્વિટ કરીને આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે હવે પોસ્ટ ઓફિસના CSC કાઉન્ટર પર પાસપોર્ટ રજીસ્ટર કરવુ અને એપ્લાય કરવુ સરળ થઇ ગયું છે, વધુ જાણકારી માટે તમે નજીકની પોસ્ટ ઓફિસમાં જાઓ.

ઈન્ડિયા પોસ્ટ દ્વારા આગળ તે પણ જણાવવામાં આવ્યું કે ઘણી પોસ્ટ ઓફિસમાં પહેલાથી જ હાજર નજીકના પાસપોર્ટ સર્વિસ સેન્ટર પર જઇને પાસપોર્ટ માટે અપ્લાય કરી શકે છે. તેથી હવે પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ માટે અપ્લાય કરવાની મંજૂરી આપ્યા બાદ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સર્વિસ સેન્ટરની ઉપયોગિતામાં વધારો થશે. અત્યાર સુધી પાસપોર્ટ બનાવવા માટે પાસપોર્ટ સર્વિસ સેન્ટર જવુ પડતું હતુ, પરંતુ હવે તમારુ આ કામ નજીકની પાસપોર્ટ ઓફિસમાં થઇ જશે. જ્યા પાસપોર્ટ સેવા કેન્દ્ર ઉપલબ્ધ હશે.