અમદાવાદ: શહેરમાં ટ્રાફિકના કાયદા કડક બનાવાયા બાદ પણ ટ્રાફિકભંગના ગુનાઓમાં કોઈ ઘટાડો થયો નથી. શહેરના ઘાટલોડિયાથી ચાણક્યપુરી જતા રસ્તા પરના રેલવેના ઓવરબ્રિંજના સાઈડરોડ પરથી મોટાભાગના વાહનો રોંગ સાઈડમાં આવતા હતા. તેથી આ સમસ્યા દુર કરવા માટે ટાયરકીલર સ્પીડ બ્રેકર્સ મુકવામાં આવ્યા છે. કોઈપણ વાહનચાલક રોંગ સાઈડથી આવે તો તેના વાહનના ટાયરને પંકચર પડી જાય તે રીતે સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા છે. પરંતુ વાહનચાલકોએ તેનો પણ જોગાડ શોધી લીધો છે. વારંવાર સ્પીડ બ્રેકરોને મરામત કરાવવા પડે છે. તેના લીધે તંત્ર પણ કંટાળી ગયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં રોંગ સાઈડમાં વાહનો હંકારતા ચાલકોને સબક શીખવાડવા માટે એએમસી દ્વારા લગાવવામાં આવેલા ટાયર કિલર સ્પીડ બ્રેકરનો પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે. AMCએ લગાવેલાં ટાયર કિલર સ્પીડ બ્રેકર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. બમ્પનો કેટલોક ભાગ રોડ પરથી ઉખડેલો જોવા મળ્યો છે. ત્યારે ફરી એકવાર કિલર બમ્પને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવાની માગ ઉઠી છે. શહેરમાં રોંગ સાઇડ વાહનો હંકારતા ચાલકોને અટકાવવા તંત્રએ કિલર બમ્પ લગાવ્યા હતા. પરંતુ ગણતરીના મહિનાઓમાં કિલર બમ્પ તુટેલી કે ઉખડેલી હાલતમાં જોવા મળ્યા હતા. બમ્પ પર ઘણી જગ્યાએ સ્પ્રીંગ કામ કરતી ન હોવાથી બમ્પ નકામા થયા બન્યા છે. બમ્પનો કેટલોક ભાગ રોડ પરથી ઉખડી ગયેલો પણ નજરે પડ્યો હતો. બમ્પનું તાત્કાલિક રીપેરીગ થાય અને યોગ્ય કાર્ય કરે તેવી માંગ ઉઠી છે. આ બ્રેકરને લગાવવામાં બાદ પણ વાહનચાલકોએ રોગ સાઈડમાં જવા માટેનો જોગાડ શોધી લીધો હતો. બીજીબાજુ કીલર ગણાતા સ્પીડ બ્રેકરોની સ્પ્રિંગ પણ વારંવાર બદલવા પડે છે. તેના લીધે તેને રિપેર કરાવતા તંત્ર પણ હવે કેટાળી ગયું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઘાટલોડિયામાં બ્રિજની સાઈડ પર કીલર સ્પીડ બ્રિક લગાવવામાં આવ્યા હતા. સ્થાનિકોને આ બ્રેકર પરથી રોંગ સાઈડ વાહનો ચલાવતા ટાયર ફાટી જવા જવાની બીક બતાડાઈ હતી. પરંતું આ સ્પીડ બ્રેકર તો કોઈ કામના ન નીકળ્યા. વાહનચાલકો ચિંતા વગર રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા છે. કિલર બમ્પ લગાવ્યા બાદ પણ રોંગ સાઈડ વાહન ચાલકો જઈ રહ્યા છે. બિન્દાસ્ત રોંગ સાઈડથી બમ્પ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. અનેક વાહનો કિલર બમ્પ પરથી આસાનીથી પસાર થઈ રહ્યા છે. અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ નીચે આ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા, પરંતું નાગરિકો ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યાં છે. (File photo)