નવા વર્ષની ઉજવણી માટે, કેટલાક નજીકના સ્થળોએ ફરવા જાય છે,તો કેટલાક દૂર ફરવા જાય છે.આજે નવા વર્ષની ઉજવણી માટે એક સરસ મજાની જગ્યા છે.હિમાલયના સુંદર મેદાનોમાં નવું વર્ષ ઉજવવાની મજા ત્યારે વધુ બની જાય છે જ્યારે તમે હિમાચલ પ્રદેશના ઘણા સ્થળોની મુલાકાત લીધી હશે, પરંતુ તીસા એક એવી જગ્યા છે જ્યાં તમે કદાચ મુલાકાત લીધી ન હોય.તો હવે નવા વર્ષ પર આ જગ્યાની લઈલેજો મુલાકાત
હિમાચલના તીસા નગરથી થોડે દૂર સ્થિત તીસા બ્રિજ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. બે બાજુથી ઉંચા પહાડો અને મધ્યમાં બનેલો આ પુલ એક બાજુથી સુંદર નજારો રજૂ કરે છે. તમે અહીની સુંજરતાની મનમોહી ઉઠશો.ચંબાથી લગભગ 62 કિમીના અંતરે આવેલું આ સ્થળ હિમવર્ષા વખતે ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે. એવું કહેવાય છે કે બરફવર્ષા આ સ્થાનને આકર્ષિત કરવાનું કામ કરે છે. એવું પણ કહેવાય છે કે સ્થાનિક લોકો પણ આ સ્થળે પિકનિક માટે પહોંચતા રહે છે.
આ સાથે જ ડેલહાઉસીમાં સ્થિત ખજ્જિયારને ભારતનું મિની સ્વિટ્ઝર્લેન્ડ કહેવામાં આવે છે, તેવી જ રીતે તીસા શહેરમાં આવેલા ટીસા ક્રિકેટ ગ્રાઉન્ડને સ્થાનિક લોકો મિની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે સંબોધે છે.ખજ્જિયારની જેમ, હિમવર્ષા દરમિયાન તીસા ગ્રાઉન્ડ બરફથી ઢંકાઈ જાય છે. આ મેદાનની આસપાસના મોટા દેવદાર વૃક્ષો પણ સફેદ ચાદરથી ઢંકાયેલા છે. બરફની વાદીઓમાં ફરવાની મજા બમણી બને છે.
મુખ્ય શહેરથી થોડે દૂર સ્થિત ચામુંડા માતાનું મંદિર તીસા માટે પવિત્ર સ્થળ તેમજ લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. ટેકરીની ટોચ પર આવેલું આ મંદિર પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.ચામુંડા માતાના મંદિરની આસપાસના મોટા દેવદાર વૃક્ષો અને શાંત વાતાવરણ તમારી યાત્રામાં આકર્ષણ વધારી શકે છે. અહી ટ્રેકિંગની મજા પણ તમે માણી શકો છો.