TMC, AAP પાર્ટીનો નવી સંસદના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની ઘોષણા, 28 મેના રોજ કરશે હંગામો
- ટીએમસી અને આપ પાર્ટી સસંદ ભવનના ઉદ્ધાટનનો કરશે બહિષ્કાર
- 28મેના રોજ પીેમ મોદીના ઉદ્ધાટન કાર્યક્રમમાં કરશે હંગામો
દિલ્હીઃ- દેશના નવુ સસંદભવન બનીને તૈયાર છે.હવે પ્રધાનમંત્રી મોદી દ્રારા તેનું 28 મેના રોજ ઉદ્ધાટન કરવાનું છે ત્યારે વિરોધ પાર્ટી પીએમ મોદીના હસ્તે થતા આ ઉધ્ટાનનો સખ્ત વિરોધ કરી રહ્યું છે તેમના મત પ્રમાણે આ ઉદ્ધાટન દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરવું જોઈએ ત્યારે હવે આ ઉદ્ધાટનનો આમઆદમી પાર્ટી અને તૃણમૃલ કોંગ્રેસ બહિષ્કાર કરવા જઈ રહી છે.
વિગત પ્રમાણે લોકસભામાં ટીએમસી નેતા સુદીપ બંધોપાધ્યાયે આ બહિષ્કાર અંગેની જાણકારી આપી હતી. 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે વિરોધ પક્ખ તમનો વિરોધ કરશે.
ટીએમસી સાંસદ સૌગત રોયે આ બાબતે જણાવ્યું છે કે અમે વડાપ્રધાન દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના વિરોધમાં છીએ. બીજી તરફ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે કે કોંગ્રેસ 28 મેના રોજ યોજાનાર નવા સંસદભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર પણ કરી શકે છે.તો આમ આદમી પાર્ટીનું કહેવું છે કે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. અમે તેનો વિરોધ કરીએ છીએ.
આ સાથે જ વિરોધ પક્ષ એ ઉદ્ઘાટનના દિવસની જે તારીખ નક્કી કરી છે તેમા પણ નારાજગી જતાવી છે કહ્યું કે 28 મે એ હિન્દુત્વ વિચારક વિનાયક દામોદર સાવરકરની જન્મજયંતિ છે. આ દિવસે નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવું એ રાષ્ટ્ર નિર્માતાઓનું અપમાન છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીએ પણ ટ્વિટ કરીને આ ઉદ્ધાટન મામલે વાંધો ઉઠાવ્યો હતોકોંગ્રેસ રાહુલ ગાંધીએ કહ્યું- રાષ્ટ્રપતિએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ… પીએમ નહીં, રાહુલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવું જોઈએ, વડાપ્રધાને નહીં.ત્યારે હવે વિરોધ પક્ષ સખ્ત વિરોધ કરી રહ્યું છે તો બીજી તરફ સંસંદ ભવનના ઉદ્ધાટનની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે.