Site icon Revoi.in

સંદેશખાલીમાં જે થયું તના માટે 100% ટીએમસી જવાબદાર, કોલક્ત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીની સરકારને આપ્યો ઠપકો

Social Share

કોલક્ત્તા: સંદેશખાલી મામલા પર કોલકત્તા હાઈકોર્ટે બંગાળ સરકારને ઠપકો આપ્યો છે. મામલાને બેહદ શર્મનાક ગણાવતા હાઈકોર્ટે કહ્યું છે કે જો રાજ્યમાં નાગરિકોની સુરક્ષા ખતરામાં છે, જે તેમની જવાબદારી રાજ્ય સરકારની છે.

હાઈકોર્ટે કહ્યું છે કે સંદેશખાલીમાં જે થયું જો તેમાં એક ટકા પણ સચ્ચાઈ છે, તો આ બેહદ શર્મનાક છે, કારણ કે બંગાળના સાંખ્યિકી રિપોર્ટમાં ખુદને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય જણાવવાનો દાવો કરે છે.

હાઈકોર્ટે કહ્યું છે કે સંદેશખાલીમાં જે થયું તેના માટે આખા જિલ્લા પ્રશાસન અને સત્તારુઢ દળની નૈતિક જવાબદારી લેવી જોઈએ. જો કોઈ નાગરિકની સુરક્ષા ખતરમાં છે, તો 100 ટકા જવાબદારી સત્તારુઢ દળની છે. તેમાં પણ સરકાર જવાબદારી છે.

મહત્વપૂર્ણ છે કે કોલકત્તા હાઈકોર્ટ આ મામલામાં સુઓ મોટો લઈને સુનાવણી કરી રહી છે. આ દરમિયાન વકીલ પ્રિયંકા ટિબરેવાલે કોર્ટને જણાવ્યું કે તેમણે સંદેશખાલીમાં ઘણી ફરિયાદો મળી છે. આટલા બધાં લોકો આવ્યા. પરંતુ આ કહે છે કે કંઈ થયું નથી.

તેમણે કહ્યું છે કે હું એફિડેવિટ રેકોર્ડમાં રાખી રહી છું. હું તેમના નામનો ઉલ્લેખ કરી રહી નથી, નહીંતર તે લોકો ખતરામાં પડી જશે. આ મહિલા હતી, જે પોતાના પિતાને મળવા ગઈ હી. પાછી ફરી તો તેની જમીન હડપી લેવાય અને તેને લઈ જઈને તેની સાથે બળાત્કાર કરાયો.

મીડિયા અહેવાલ મુજબ, ટિબરેવાલાએ કહ્યું કે અહીં મોટાભાગની પીડિતાઓ અભણ છે. ઈમેલ તો ભૂલી જાવ, તે પત્ર પણ લખી શકતા નથી. અમારી પાસે 500થી વધારે મહિલાઓએ સેક્શુઅલ અસોલ્ટની ફરિયાદ કરી છે. તેમની પાસે એફિડેવિટ છે, તેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર એક શાહજહાં એરેસ્ટ થયો છે. તેના 1000 સાથી ગામમાં ફરી રહ્યા છે અને શાહજહાંની વિરુદ્ધ નિવેદનબાજી નહીં કરવા માટે ધમકાવી રહ્યા છે. આ લોકો કહી રહ્યા છે કે જો મહિલાઓએ નિવેદન આપ્યું તો તેમના પતિ-બાળકોના માથા કાપીને ફૂટબોલ રમશે.

મુખ્ય ન્યાયાધીશે આ કેસની સુનાવણી દરમિયાન જ્યાં બંગાળ સરકારે ઠપકો આપ્યો, તો શેખ શાહજહાંના વકીલને પણ ઠપકો આપ્યો. તેમણે કેસમાં આરોપોની તપાસની માગણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ શિવગણનમે કહ્યુ છે કે તમે એક એવા આરોપી તરફથી રજૂ થઈ રહ્યા છો જેની તપાસ ચાલી રહી છે. તમે પહેલા પોતાની આસપાસના અંધકારને દૂર કરો, પછી પોતાની ફરિયાદ વ્યક્ત કરો.