નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગને લઈને ફરિયાદ કરવા માટે પહોંચેલા ટીએમસીના ઓછામાં ઓછા 10 સાંસદ ચૂંટણી પંચની બહાર ધરણા પર બેઠા. તેમા રાજ્યસભા અને લોકસભાના સાંસદ સામેલ છે. તેના થોડા સમય બાદ દિલ્હી પોલીસની ટીમ પહોંચી અને સાંસદોને કસ્ટડીમાં લીધા હતા. જાણકારી પ્રમાણે, ટીએમસી સાંસદોએ ચૂંટણી પંચ સમક્ષ માગણી કરી હતી કે કેન્દ્રીય તપાસ એજન્સીઓના ચીફને પદ પરથી હટાવવામાં આવે. તેમણે કહ્યું હતું કે સીબીઆઈ, ઈડી અને એનઆઈએના દુરપયોગ કરાય રહ્યા છે. માટે તેમના ચીફ પર કાર્યવાહી કરવામાં આવે.
મહત્વપૂર્ણ છે કે ટીએમસી સાંસદોનું ડેલિગેશન સોમવારે ચૂંટણી પંચ પહોંચ્યા. ટીએમસીના નેતા ડોલા સેને કહ્યુ કે ભાજપ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યું છે અને વિપક્ષી નેતાઓને ખોટા કેસમાં ફસાવાય રહ્યા છે. તેમણે કહ્યુ કે ચૂંટણી પંચે આ તપાસ એજન્સીઓના ચીફને હટાવવા જોઈ, જેનાથી ચૂંટીમાં દરેક પક્ષને સમાન મોકો મળે. તેમણે કહ્યુ છે કે ભાજપ કોઈ પ્રકારથી ચૂંટણીથી પહેલા જ અમારા નેતાઓને એરેસ્ટ કરી લેવા માંગે છે.
ટીએમસી સાંસદોની આ પણ માગણી છે કે રાજ્યની સરકારને જલપાઈગુડીમાં હુલ્લડ પીડિતોની મદદ માટે મંજૂરી આપવામાં આવે, જેનાથી કે તેમના તૂટેલા મકાનોના નિર્માણ કરાવી શકાય. મહત્વપૂર્ણ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ રામલીલા મેદાનમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં પણ ટીએમસીએ ભાગ લીધો હતો. જો કે ટીએમસી ઈન્ડિયા ગઠબંધનનો હિસ્સો નથી.
પશ્ચિમ બંગાળમાં એનઆઈએની ટીમ પર થયેલા હુમલાએ પણ રાજકારણ ગરમાવ્યું છે. રવિવારે ભૂપતિનગર વિસ્તારમાં એનઆઈએની ટીમ 2022માં થયેલા વિસ્ફોટ મામલે તપાસ માટે ટીએમસી નેતાના ઠેકાણે પહોંચી હતી. ત્યા સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો. તેના પચી ટીમના વાહનોને નુકશાન પહોંચ્યુ અને એનઆઈએના એક અધિકારી પણ ઘાયલ થયા હતા. તેના પછી એનઆઈએએ ફરિયાદ નોંધાવી હતી.આ મામલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ટીએમસીને ઘેરી ચુક્યા છે. તો મમતા બેનર્જીએ કહ્યું છે કે આ પ્રકારથી રાત્રે ટીમનું દરોડા માટે જવું ખોટું હતું.