Site icon Revoi.in

પશ્વિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં TMCનું વર્ચસ્વ યથાવત, 34 હજારથી પણ વધુ બેઠકો પર વિજય મેળવ્યો

Social Share

કોલકાતાઃ- તાજેતરમાં પશ્વિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી યોજાઈ જેના પરિણામ ગઈ કાલે જાહેર કરવામાં આવ્યા છે જેમાં તૃણમુલ કોંગ્રેસનો વિજય થયેલો જોવા મળ્યો છે એટલે કે ફરી એક વખત ટીએમસીનું વર્ચસ્વ કાયમ બન્યું છે.પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીના જાહેર થયેલા પરિણામો અનુસાર તૃણમૂલ કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહી છે.

 જાણકારી પ્રમાણે  વર્ષ પહેલા ટીએમસીએ સતત ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. શાસક તૃણમૂલ કોંગ્રેસ  બુધવારે બંગાળમાં હિંસાગ્રસ્ત ગ્રામીણ ચૂંટણીમાં ભારે જીત તરફ આગળ વધી રહી હતી. મતપત્રોની રાતોરાત ગણતરીએ તેમને રાજ્ય ચૂંટણી પંચ  દ્વારા અત્યાર સુધી જાહેર કરેલા પરિણામોમાં વિજયી લીડ અપાવી છે.

તૃણમૂલે બે વર્ષ અગાઉ રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જીતની આગેકૂચ જારી રાખી હતી. તેના નજીકના હરીફ ભાજપને 7,764 સીટો મળી હતી અને તે કુલ 417 સીટો પર લીડ કરી રહ્યો હતો.

પશ્ચિમ બંગાળ રાજ્યમાં ગ્રામ પંચાયતની કુલ 63,229 સીટો પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં મોડી રાત્રિ સુધી જાહેર થયેલા પરિણામોમાં તૃણમૂલે 28,925 જેટલી સીટો જીતી લીધી હતી અને મોટાભાગની બેઠકો પર લીડ જાળવી રાખી હતી.