દેશની જનતાને પોતાના અધિકાર અને હક માટે બિલ માંગવા માટે જાગૃત કરવા દેશભરમાં આજથી મેરા બિલ મેરા અધિકારનો આરંભ
દિલ્હીઃ- દેશભરમાં આજથી મેરા બિલ મેરા અધિકારનો પ્રારંભ થશે. આ યોજનાનો ઉદ્દેશ્ય સામાન્ય જનતામાં તેમના અધિકાર અને હક તરીકે બિલ માંગવા માટે જાગૃતતા આવે તે માટે છે. આ યોજના શરૂઆતમાં આસામ, ગુજરાત અને હરિયાણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરી, દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં શરૂ કરવામાં આવી છે.
આ યોજના ગ્રાહકોને એક કરોડ રૂપિયાનું આકર્ષક ઈનામ આપશે. જી.એસ.ટીના બધા જ ગ્રાહકો આ યોજના માટે પાત્ર હશે. લકી ડ્રો માટે ધ્યાનમાં લેવાના બિલનું લઘુત્તમ મૂલ્ય બસો રૂપિયા રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું છે કે મોબાઇલ એપ્લિકેશન મેરા બિલ મેરા અધિકાર તેમજ વેબ પોર્ટલ – merabill.gst.gov.in પર બિલ મુકી શકાય છે.
લકી ડ્રો માટે ધ્યાનમાં લેવા માટે એક મહિનામાં એક વ્યક્તિ દ્વારા વધુમાં વધુ 25 બિલ મુકી શકાય છે. આ યોજનામાં સરકાર દર મહિને 800 લોકોને પસંદ કરશે, જેમને 10 હજાર રૂપિયાનું ઈનામ મળશે. ત્રિમાસિક રીતે યોજાનાર બમ્પર ડ્રોમાં બે લોકોને એક કરોડ રૂપિયાનું ઈનામ મળશે. આ પાયલોટ સ્કીમ 12 મહિનાના સમયગાળા માટે ચાલશે.
tags:
merabill