ઠંડીમાં બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા ખોરાક આટલી વસ્તુઓ ખાવાનું ઓછી કારીદો
હાલ શિયાળો ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં ઘણા લોકોને બ્લડ પ્રેશરની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તો આજે જાણીએ એવી સ્થિતિ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
જો ખાવની વાત કરીએ તો મીઠુ એટલે કે સોલ્ટ અને ખાંડની માત્રા ખોરાકમાં આછી કરી દેવી જોઈએ આ સાથે જ આથા વાળી વસ્તુઓ એટલે કે ઈડલીનો આથો ઢોકળાનો આથો કે ઢોસાનો તેવી વસ્તુઓવું સેવનને ટાળવું જોઈએ.
સવારે જાગીને નવશેકા પાણીનું સેવન કરવું અને દિવસ દરમિયાન પણ હુંફાળું પાણી પીતા રહેવું જોઈએ જેથી કરીને શરીર ઈર્જાવાન રહે અને શરીરમાં ગરમી ઉત્પન્ન થાય જે તમારા શરીરની ઊર્જા જાળવી રાખશે.
હાઈ બીપીની સમસ્યાથી બચવા ઈચ્છતા હોવ તો શરીરને હંમેશાં એક્ટિવ રાખવું જોઈએ. શિયાળામાં આળસ વધવા લાગે છે અને આપણે ફિઝિકલ એક્ટિવિટી પણ ઘટાડી દઈએ છીએ. લાઈફસ્ટાઈલમાં થતા બદલાવના કારણે ઘણા લોકોનું વજન પણ વધી જાય છે, જેની સીધી અસર શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. મેદસ્વિતા વધવાની સાથે-સાથે બીપી પણ વધે છે. બીપી વધવાથી ડાયાબિટીસની સમસ્યા પણ વધી શકે છે.
શિયાળામાં ખાસ કરીને ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ કપડાનો ઉપયોગ કરો.શિ હાઈબીપીની સમસ્યાથી બચાવવા માટે શરીરનું ઠંડી સામે રક્ષણ કરવું જોઈએ. પરંતુ તેનો અર્થ એવો નથી કે, શિયાળામાં બહાર ન નીકળવું જોઈએ. આસાથે જ બહારનો તડકો લેવાની આદત પાડી દો.