Site icon Revoi.in

‘હિંદુ ઇકોસિસ્‍ટમ’ બનાવવા માટે પ્રત્‍યેક રાજ્‍યમાં હિંદુ રાષ્‍ટ્ર સમન્‍વય સમિતિની સ્‍થાપના કરીને હિંદુઓ પર થઈ રહેલા અન્‍યાયોના વિરોધમાં જનઆંદોલન કરાશે

Social Share

પ્રત્‍યેક વર્ષે ‘વૈશ્‍વિક હિંદુ રાષ્‍ટ્ર મહોત્‍સવ’ માટે દેશવિદેશથી આવનારી, તેમજ ‘હિંદુ રાષ્‍ટ્ર’ સંકલ્‍પના સાથે જોડાયેલી સર્વ હિંદુ સંગઠનોએ ‘હિંદુ રાષ્‍ટ્ર સમન્‍વય સમિતિ’ના માધ્‍યમ દ્વારા સમગ્ર વર્ષ કાર્યરત રહેવાનો નિર્ણય લીધો છે. તેમાંથી હિંદુ ‘ઇકોસિસ્‍ટમ’ નિર્માણ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આજે કાશ્‍મીર, બંગાળ ઇત્‍યાદિ પ્રાંતમાંના હિંદુઓ પરના અત્‍યાચાર સમગ્ર દેશમાં ચાલુ થયા છે. તેથી સરકારને હિંદુઓના પ્રશ્‍નોની દખલ લેવા અનિવાર્ય કરનારું ‘દબાણજૂથ’ કાર્યરત કરવામાં આવશે. સેક્યુલરવાદના નામ હેઠળ કરવામાં આવનારી અલ્‍પસંખ્‍ય ચાપલૂસી બંધ કરવામાં આવે અને હિંદુ સમાજ પરના અન્‍યાયોના વિરોધમાં રાષ્‍ટ્રીય સ્‍તર પર જનઆંદોલન ઊભું કરીને ‘હિંદુ રાષ્‍ટ્ર નિર્મિતિ’ના કાર્યને સમગ્ર દેશમાં ગતિ આપવામાં આવશે, એવી જાણકારી ‘હિંદુ જનજાગૃતિ સમિતિ’ના મહારાષ્‍ટ્ર અને છત્તીસગઢ રાજ્‍ય સંગઠક શ્રી. સુનીલ ઘનવટે ‘વૈશ્‍વિક હિંદુ રાષ્‍ટ્ર મહોત્‍સવ’ના સમારોપીય પત્રકાર પરિષદમાં આપી.

ફોંડા (ગોવા) ખાતેની હૉટેલ ‘પૅન ઍરોમા’માં આયોજિત પત્રકાર પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા. આ સમયે ‘ગોમંતક મંદિર મહાસંઘ’ના રાજ્‍ય સચિવ શ્રી. જયેશ થળી, ‘હિંદુ વિધિજ્ઞ પરિષદ’ના ગોવા રાજ્‍ય સચિવ ધારાશાસ્‍ત્રી નાગેશ જોશી અને ‘હિંદુ જનજાગૃતિ સમિતિ’ના દક્ષિણ ગોવા રાજ્‍ય સમન્‍વયક શ્રી. સત્‍યવિજય નાઈક ઉપસ્‍થિત હતા.

૨૪ થી ૩૦ જૂન ૨૦૨૪ના સમયગાળામાં શ્રીરામનાથ દેવસ્‍થાન, ફોંડા, ગોવા ખાતે પાર પડેલા ૭ દિવસના હિંદુ અધિવેશન માટે અમેરિકા, સિંગાપુર, ઘાના (દક્ષિણ આફ્રિકા), ઇંડોનેશિયા અને નેપાળ આ દેશો સાથે જ ભારતના ૨૬ રાજ્‍યોમાંના વિવિધ સંગઠનોના ૧૦૦૦થી વધારે પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. તેમાં પ્રમુખતાથી વિવિધ ક્ષેત્રોના અભ્‍યાસકો, તજ્‌જ્ઞો, પત્રકાર, સંતો, ધર્માચાર્યો, મંદિરોના ન્‍યાસીઓ, પુરોહિતો, ધારાશાસ્‍ત્રીઓ, હિંદુત્‍વનિષ્‍ઠો, ઉદ્યોગપતિઓ આ અધિવેશનમાં ઉપસ્‍થિત હતા.

‘હિંદુ જનજાગૃતિ સમિતિ’ના શ્રી. સુનીલ ઘનવટે ઉમેર્યું કે, આ અધિવેશનમાં ભારત અને નેપાળને હિંદુ રાષ્‍ટ્ર ઘોષિત કરવા; કાશી-મથુરા ઇત્‍યાદિ હિંદુઓનાં મંદિરો અતિક્રમણમુક્ત કરીને હિંદુઓને સોંપવાં; ધર્માંતર અને ગોવંશ હત્‍યા વિરોધી કઠોર કાયદા કરવા; હલાલ સર્ટિફિકેટ પર પ્રતિબંધ મૂકવો; હિંદુ મંદિરોનું સરકારીકરણ રહિત કરવું; ‘પ્‍લેસેસ ઑફ વર્શિપ’ અને ‘વક્‍ફ’ કાયદાઓ રહિત કરવા; લોકસંખ્‍યા નિયંત્રણ કાયદો કરવો; કાશ્‍મીરી હિંદુઓનું પુનર્વસન; શ્રીરામ સેનાના શ્રી. પ્રમોદ મુતાલિક પર રહેલો ગોવા પ્રતિબંધ નિરસ્‍ત કરવો; રોહિંગ્‍યા અને બાંગ્‍લાદેશી ઘૂસણખોરોને બહાર કાઢવા; ઓટીટી પ્‍લેટફૉર્મને કાયદાના કક્ષમાં લાવવો; ઑનલાઈન રમી જેવા જુગાર પર પ્રતિબંધ મૂકવો ઇત્‍યાદિ વિષયો પરના ઠરાવ ‘હર હર મહાદેવ’ના જયઘોષમાં એકમતથી સંમત કરવામાં અવ્‍યા. આ ઠરાવ વહેલા જ રાજ્‍ય અને કેંદ્ર સરકારને મોકલવામાં આવશે.

આ સમયે ‘હિંદુ જનજાગૃતિ સમિતિ’ના શ્રી. સત્‍યવિજય નાઈકે કહ્યું કે, આ અધિવેશનમાં હિંદુ રાષ્‍ટ્ર-સ્‍થાપના વિશે સમાજમાં જાગૃતિ લાવવા માટે સમાનસૂત્રી કાર્યક્રમો અંતર્ગત ‘હિંદુ રાષ્‍ટ્ર સમન્‍વય સમિતિ’, ‘હિંદુ રાષ્‍ટ્ર અધિવેશન’, ‘મંદિરોમાં પ્રબોધન બેઠકો’, ‘સમગ્ર દેશમાં અનેક ઠેકાણે રાજ્‍યસ્‍તરીય મંદિર પરિષદોનું આયોજન કરવું’, ‘લવ-જેહાદ’ તેમજ ‘હલાલ જેહાદ’ના સંદર્ભમાં જનજાગૃતિ બેઠકો અને આંદોલનો’, ઇત્‍યાદિ વિવિધ ઉપક્રમો આગામી સમગ્ર વર્ષમાં આયોજિત કરવાનું અધિવેશનમાં નક્‍કી કરવામાં આવ્‍યું છે. હિંદુ ધર્મ પર નાટકો, ચલચિત્રો અથવા અન્‍ય કોઈપણ માધ્‍યમો દ્વારા પ્રહાર થાય, તો તેનો તીવ્ર વિરોધ કરવામાં આવશે.

આ સમયે ‘ગોમંતક મંદિર મહાસંઘ’ના સચિવ શ્રી. જયેશ થળીએ કહ્યું કે, ગત બે વર્ષોના સમયગાળામાં અધિવેશન દ્વારા ‘મંદિર સંસ્‍કૃતિ રક્ષા અભિયાન’ આયોજિત કરવામાં આવ્‍યું. તેમાંથી ૭૧૦ મંદિરોમાં વસ્‍ત્રસંહિતા લાગુ કરવામાં આવી છે અને અન્‍ય મંદિરોમાં વસ્‍ત્રસંહિતા લાગુ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. મંદિર મહાસંઘ વતી સમગ્ર દેશમાં ૧૪ હજાર મંદિરોનું સંગઠન થયું છે. આ સંગઠન વ્‍યાપક બનાવવા માટે સમગ્ર દેશના નાનાં-મોટાં મંદિરોને પણ આમાં સહભાગી કરી લેવામાં આવશે. આમાંથી મંદિરોની સુરક્ષા, સંવર્ધન કરવા સાથે જ મંદિરોની સમસ્‍યાઓ ઉકેલવા માટે પ્રયત્ન કરવામાં આવશે. મહારાષ્‍ટ્ર, કર્ણાટક અને ગોવા રાજ્‍યો પ્રમાણે અન્‍ય રાજ્‍યોમાં મંદિરોનું સંગઠન કરવા માટે મંદિર મહાસંઘ વતી અનેક ઠેકાણે રાજ્‍યસ્‍તરીય મંદિર પરિષદોનું આયોજન કરવામાં આવશે. ‘સેક્યુલર’ સરકારે સમગ્ર દેશનાં હિંદુઓના સાડાચાર લાખથી વધુ મંદિરોનું સરકારીકરણ કર્યું છે. આ મંદિરો સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવા માટે દેશવ્‍યાપી અભિયાન આયોજિત કરવામાં આવશે. તેની સાથે જ મંદિરના ૧૦૦ મીટર પરિસરમાં મદ્ય-માંસ પર પ્રતિબંધ મૂકવા માટે બંધારણીય માર્ગથી આંદોલન કરવામાં આવશે.

આ સમયે ‘હિંદુ વિધિજ્ઞ પરિષદ’ના ગોવા રાજ્‍ય સચિવ ધારાશાસ્‍ત્રી નાગેશ જોશીએ કહ્યું કે, આ અધિવેશનમાં સમગ્ર દેશમાંથી ૨૧૫ થી વધુ ધારાશાસ્‍ત્રીઓ સહભાગી થયા હતા. કાશી, મથુરા, ભોજશાળા ઇત્‍યાદિ પ્રમુખ હિંદુ મંદિરોની મુક્તિ માટે સંઘર્ષ ચાલુ છે. વર્તમાનમાં સમગ્ર દેશમાં હિંદુત્‍વનિષ્‍ઠોને ‘હેટ-સ્‍પીચ’ના ખોટા કેસમાં સંડોવવાનું કામ અર્બન નક્ષલવાદીઓ દ્વારા નિયોજનબદ્ધ પદ્ધતિથી ચાલુ છે. અનેક વાર એવો અનુભવ આવે છે કે, પ્રચારતંત્ર, પ્રશાસનતંત્ર, ન્‍યાયતંત્રમાં અનેક કમ્‍યુનિસ્‍ટ વિચારોના લોકોની ભરમાર છે. તેમની એક ‘ઇકોસિસ્‍ટમ’ કાર્યરત છે અને તે હિંદુ ધર્મ પર પ્રહાર કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ ‘ઇકોસિસ્‍ટમ’ના વિરોધમાં લડવા માટે આપણને ધારાશાસ્‍ત્રીઓનું સંગઠન વધારવાની આવશ્‍યકતા છે.