મણીપુરમાં શાંતિ બની રહે તે માટે ગૃહમંત્રી શાહે રાજ્યના સીએમ તથા બે સમુદાય સાથે બેઠક કરી- કહ્યું ‘સુરક્ષા માટે તમામ જરુરી પગલા લેવાશે’
- મણીપુરમાં શાંતિ બની રહે તે માટે ગૃહમંત્રી શાહે યોજી બેઠક
- શાહે રાજ્યના સીએમ તથા બે સમુદાય સાથે બેઠક કરી
- કહ્યું ‘સુરક્ષા માટે તમામ જરુરી પગલા લેવાશે’
દિલ્હીઃ- મણીપુર રાજ્યમાં હિંસાના કારણએ એનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો હાલ સ્થતિ શાંત પડેલી જોઈ શકાય છે, આદિવાસી સમદાયે શરુ કરેલ આંદોલન હિંસક બન્યું હતું ત્યારે આ બબાતે ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન, મતેઈ અને કુકી સમુદાયના લોકો સાથે બેઠકો યોજી હતી.
જાણકારી અનુસાર રવિવારે નવી દિલ્હીમાં મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ, તેમની કેબિનેટના ચાર સભ્યો અને રાજ્યસભાના સાંસદ સાથે વાતચીત કરી હતી. બાદમાં શ્રી શાહ મતૈઈ અને કુકી સમુદાયના પ્રતિનિધિઓને પણ મળ્યા હતા. ગઈકાલે પણ ગૃહમંત્રીએ કુકી સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠક દરમિયાન ગૃહમંત્રીએ તમામને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે શક્ય તમામ મદદ કરશે. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં તમામ સમુદાયોની સુરક્ષા માટે સરકાર તમામ જરૂરી પગલાં લેશે.આ પહેલા તેમણે મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહ અને તેમના ચાર મંત્રીઓએ દિલ્હીમાં રાજ્યની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી.
આ સાથે જ ગૃહમંત્રી શાહે રાજ્યમાં હિંસા આચરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ મદદ અને સમર્થનની ખાતરી પણ આપી.અમિત શાહે તમામ પક્ષો વચ્ચે પરામર્શ કરવા અને શાંતિનો સંદેશ આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે દરેકને ન્યાય મળવો જોઈએ. તેમણે લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે રાહત અને પુનર્વસનની પ્રક્રિયાને ઝડપી બનાવા પણ જણાવ્યું છે.