- બ્લેક હેડ્સ દૂર કરવા માટે લીમડાનો ફેસ પેક લગાવો
- હંમેશા ગુલાબ જળ ફેસ પર લગાવાનું રાખો
હાલ લગ્ન સિઝન શરુ થઈ ચૂકી છે ત્યારે દરેક યુવતીઓ પોતાના ચહેરાને લઈને સજાગ રહે છે, મોંધા મોંધા ફેસપેકથી લઈને ફેશિયલ કિટનો ઉપયોગ અને પાર્લરનો ખર્ચો કરે છે. આ સાથે જ બ્લેક હેડ્સની સમસ્યા ન થાય તેનું ખાસ ધ્યાન રાખે છે જો કે કેટલીક કાળજી રાખવા છત્તા અને આટલા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા છત્તા બ્લેક હેડ્સ જેવી સમસ્યા સર્જાય છે જેથી ઘણી નાની નાની બાબતો એવી છે કે જેના કારણે બ્લેક હેડ્સ થતા હોય છે.
જો તમારી ત્વચા વધારે તૈલીય હોય તો તેના પર ડસ્ટ જલ્દી લાગી જાય છે, ધૂળ અને માટીના કારણે આવું થતું હોય છે. જેનાથી ચહેરા પર કાળા ડાઘ દાણા જેવા પીમ્પલ્સ ઉપસી આવે છે. જેને આપણે બ્લેકહેડસ કહીએ છીએ.
આ સાથે જ બ્લેક હેડ્સના કારણે ચહેરા પર બ્લેક ડાધ પણ થઈ જતા હોય છે જો તમે કેટલીક બાબતો પર ધ્યાન આપશો તો આનાથઈ છૂટકારો મેળવી શકાશે તો ચાલો જાણીએ બ્લેક હેડ્સથી છૂટકારો મેળવવા માટેની કેટલીક ટિપ્સ
બ્લેક હેડ્સથી છૂટકારો મેળવવા કરો આટલું
તમારા ચહેરાને દિવસમાં 4 થી 5 વખત ઠંડા પાણી વડે ઘોવાની આદત રાખો, ઘોયા બાદ તેને કોટનના નરમ ટૂવાલ વડે સાફ કરીલો.
દરોરોજ રાત્રે સુતા વખતે ચેહારા પર ગુલાબજળ લગાવીને સૂઈ જાવ સવારે ઠંડા પાણીથી મોઠૂં ઘોઈલો,આમ કરવાથી ડસ્ટ દૂર થશે અને બ્લેક હેડ્સ થતા અટકશે
બ્લેક હેડ્સ દુર કરવા માટે તમે એક ચમચી મધ સાથે એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા પેસ પર લગાવો અને 20 મીનીટ સુધી રાખો. આ પેસ્ટને 20 મીનીટ સુધી રાખીને ફેસ ધોઇ નાખો, તમને ધીમે ધીમે ફર્ક દેખાશે.
ટામેટામાં એન્ટી બેક્ટીઅલ ગુણ હોય છે, બ્લેક હેડ્સ માટે એક ચમચી ટામેટાના રસમાં એક ચમચ લીંબુનો રસ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો તે લગાવીને રહેવાદો આમ કરવાથી પણ બ્લેક ગેડ્સમાં રાહત મળે છે.
આ સાથે જ પહેલા પાણી વડે ફેસને ધોઈ લો પછી હલ્કા સ્ક્રબનો ઉપયોગ કરો. આનાથી વધારે તૈલીય તેમજ ત્વચાની સુકી પરત ઉતરી જશે. અને બ્લેક હેડ્સ થતા બચશે.
ઘરની બહાર નીકળતાં પહેલાં ચહેરા પર મોઈશ્વરાઈઝર જરૂર લગાવવાનું ક્યારે ભૂલશો નહી,રાત્રે બોડી લોશન લગાવીને સુવાની આદત રાખો.
બીજી ખાસ વાત એ કે ક્યારેય તમારે હાથ વડે બ્લેક હેડસને ટચ કરવા નહી, આમ કરવાથી ડાધ પડવાની શક્યતા વધે છે
આ સાથે જ ત્વચાની સારસંભાળ માટે ટોનર, ક્લીનર તેમજ મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ. બને ત્યા સુધી ઘરેલુ પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ
તમારા ચહેરાને એક અઠવાડિયામાં 3 વાર સ્ટિમ આપો, સ્ટિમ આપતી વખતે પાણીમાં તમે ઓલિવ ઓઈલ્સના 2 ટિપા નાખી શકો છો.આમ કરવાથી બ્લેકહેડસને આરામથી દૂર કરી શકવામાં મદદ મળશે.