- તમારા આહારમાં ખાંડ અને મીઠાનું પ્રમાણ ઓછુ રાખો
- લીલા શાકભાજી અને ફળોનું સેવન કરો
આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક આહાર ખૂબ જ જરૂરી છે. આપણ હંમેશા ખાવા માટે સ્વાદ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ પરંતુ આરોગ્ય માટે પૌષ્ટિક ખોરાક લેવા પર નહીં. દરેક વ્યક્તિએ જાણવું જોઈએ કે પૌષ્ટિક આહાર શું છે, આહાર માટે આરોગ્યપ્રદ ખોરાક કયો છે? કારણ કે સ્વાદ વાળું ભઓજન માત્ર જીભના સ્વાદને સંતોષ આપે છે શરીરને પોષક તત્વો પુરા નથી પાડતા .માટે રોજીંદા જીવનમાં તમારા આહારની પસંદગી ખૂબજ સાવચેતીથી સતર્ક રહીને કરવી જોઈએ, ઘણી વધત ન ભાવતી વસ્તુઓમાં જેમ કે મગ, ચણા જેવા કઠોળ પણ આરોગ્ય માટે ગુણકારી હોય છે.
રોજીંદા ખોરાકમાં શાકભાડી અવશ્ય ખાઓ
તંદુરસ્ત શરીર માટે શાકભાજીનું સેવન ખૂબ જ જરૂરી છે. લીલા શાકભાજી અને તાજા ફળો પોષક તત્વોથી ભરપૂર હોય છે. દરરોજ ફળો અને શાકભાજી ખાવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે,આ સાથે જ કાચા સલાડનું સેવન તથા લીલા ધાણાનું સેવન પણ વધુ પ્રમાણમાં કરવું જોઈએ
ડ્રાયફૂટનું કરો સેવન
બદામ, કાજુ, પિસ્તા અને અખરોટ જેવા સૂકા ફળોને તમારા આહારમાં સામેલ કરો. સુકા ફળો એક રીતે રોગપ્રતિકારક શક્તિ વધારનાર તરીકે કામ કરે છે. જે તમારા શરીરને વિવિધ રોગો સામે લડવામાં મદદ કરે છે. તેને મજબૂત બનાવે છે.
ભોજનમાં એક ટાઈમ કઠોળનો સમાવેશ કરો
સામાન્ય રીતે સૌ કોઈ જાણે છે કઠોળમાં પુરતા પ્રમાણમાં પોષત તત્વો રહેલા હોય છે, જેથી આપણે દરરોજ કઠોળ ખાવા જોઈએ. દાળની અનેક વાનગીઓ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. દાળ, ચણા, મગ વગેરેને તમારા આહારનો એક ભાગ બનાવો. દાળમાં પ્રોટીન, ખનીજ અને પોષક તત્વો હોય છે, જે તમને રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે.
તમારા ખોરાકમાં ખઆંડ અને મીઠાનો ઉપયોગ ઓછો કરો
મીઠુ અને ખઆંડને સ્લો પોઈઝન તરીરે ઓળખવામાં આવે છે તે વાત આપણે જાણીએ છીએ, વધારે પડતી ખાંડ અને મીઠું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી, તમારા આહારમાં ઓછામાં ઓછી ખાંડ અને મીઠું બંનેનો સમાવેશ કરો. ડાયાબિટીસના દર્દીઓને ખાંડ ખાવાની મનાઈ છે. તેવી જ રીતે, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધારે પડતા મીઠાના સેવનથી થાય છે.