Site icon Revoi.in

દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા એસટી 25 ટકા વધુ ભાડાં સાથે 1500 બસ દોડાવશે

Social Share

અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે પોતાના માદરે વતન જવા માટે લોકો ટ્રેનોથી લઈને એસટી બસના બુકિંગ કરાવી રહ્યા છે. એસટી નિગમે પણ દિવાળીના તહેવારો દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યું છે.એસ.ટી નિગમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 ટકા વધુ ભાડા સાથે આ વખતે પણ 1500 બસો દોડાવવામાં આવશે. જેમાં સૌથી વધુ સુરત વિભાગની 1200 જયારે અમદાવાદ વિભાગની દૈનિક 150 બસો વધારાની દોડાવવામાં અવશે. અત્યાર સુધીમાં 300થી વધુ બસોનું બુકિંગ પણ થઈ ગયું છે.

એસ.ટી.નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ  આ વર્ષે દિવાળીના તહેવારને ધ્યાને રાખીને કુલ 1500 જેટલી વધારાની એસટી બસોનું સંચાલન કરી રહ્યું છે. જેમાં સુરત વિભાગની 1200, જ્યારે અમદાવાદ વિભાગની 400 બસ કાર્યરત રહેશે. જેની શરૂઆત 29 ઓક્ટોબરથી થશે, જે 4 નવેમ્બર સુધી ચાલશે. ખાનગી બસ સંચાલકો તહેવારોના સમયમાં ભાડા ડબલ કરી દેતા હોય છે. તેવા સમયે પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટે તમામ વિભાગોને વધારાની બસો સિવાય જરૂર પડે પ્રવાસીઓની માંગને જોતા બસની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, ગયા વર્ષે નિગમને વધારાની બસોનું સંચાલન થકી રૂપિયા 4 કરોડ 46 લાખની આવક થઇ હતી, ત્યારે આ વર્ષે નિગમ વધારાની બસો મારફતેથી 5-6 કરોડની આવક કરવાનો લક્ષ્યાંક રાખી રહ્યું છે. છેલ્લા 15 વર્ષથી વધારાની બસો માટે 25 ટકા વધારે ભાડા સાથે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. દર વર્ષે દિવાળી તથા હોળીના તહેવારને ધ્યાને રાખી ગુજરાત વાહન વ્યવહાર વિભાગ પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખી એક્સ્ટ્રા એસટી બસોનું સંચાલન કરતું હોય છે. જેમાંથી કરોડની આવક થતી હોય છે. ખાસ સુરત અમદાવાદ અને સૌરાષ્ટ્રથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રવાસીઓ પોતાના વતન તરફની વાટ પકડતા હોય છે. જેમાં મુખ્યત્વે અમદાવાદથી પંચમહાલ દાહોદ સૌરાષ્ટ્ર. જ્યારે દક્ષિણ ગુજરાત તરફથી પંચમહાલ,દાહોદ. ઉપરાંત સૌરાષ્ટ્ર તરફથી પંચમહાલ, દાહોદ તરફ મોટા પ્રમાણમાં લોકો તહેવાર માણવા માટે પોતાના વતન જતા હોય છે. તેમની સગવડતા માટે એસટી નિગમ વધારાની બસોનું સંચાલન કરતો હોય છે.