ફિટ અને હેલ્દી રહેવા માટે શરીરને બહારથી જ નહીં પણ અંદરથી પણ સ્વચ્છ રાખવું જરૂરી
કહેવાય છે કે શરીરનું હંમેશા ધ્યાન રાખવુ જોઈએ. આપણે ટાઈમ ટુ ટાઈમ શરીરની સફાઈ કરવી જોઈએ. ક્યારેક તો જમવામાં, દવાઓ અને દારૂમાં શરીરના અંદર એટલા ટોક્સિક(ઝેરી) પદાર્થ જમા થાય છે કે આ અંગો સુસ્ત થઈ જાય છે. તેનાથી શરીરના બધા ભાગો પર અસર કરે છે. એટલા માટે આપણે સમય-સમય પર શરીરને ડિટોક્સ કરતા રહેવું જોઈએ. મેડિકલ સાયન્સ જોડે અલગ અલગ ડિટોક્સિફિકેશન પ્રોસેસ હોય છે.
જેમાં આલ્કોહોલ ડિટોક્સિફિકેશન, ડ્રગ ડિટોક્સિફિકેશન અને જે લોકોની કિડની ખરાબ હોય તેવા લોકોના શરીરનું ડાયાલિસિસ દ્વારા ડિટોક્સિફિકેશન કરવામાં આવે છે. જો તમને કોઈ બીમારી નથી, તો તમે ઘરે જ કુદરતી રીતે તમારા શરીરને ડિટોક્સ કરી શકો છો.
તમારા શરીરને ડિટોક્સિફાય કરવાથી તમે ઊર્જાવાન બને છે, સ્કિન પર ગ્લો રહે છે, કામ કરતી વખતે થાક લાગતો નથી, તમારી નસોમાં નબળાઈ નથી આવતી અને તમે હેલ્દી અનુભવો છો. સ્ટૂલ, પેશાબ, પરસેવો, કિડની, લીવર શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તેનાથી બ્લડ સર્કૂલેશન સારૂ થાય છે. તેનાથી શરીરમાં સોજો પણ ઓછો થાય છે.
શરીરને ડિટોક્સ કરવા માટે ખાંડનું સેવન ઓછું કરો. સાદા કાર્બોહાઈડ્રેટ્સ, કૃત્રિમ ખાંડ, આલ્કોહોલ અથવા કાર્બોનેટેડ પીણાં અથવા મીઠાઈવાળા પીણાં ટાળો. પેકેજ્ડ ફૂડ, જંક ફૂડ, બહારનો ખોરાક ખાવાનું ટાળો. ટ્રાન્સ ફેટ, તળેલું અને મોડીફાઈડ ફૂડ ખાવાનું ટાળો.