Site icon Revoi.in

વાળને કરવા છે સીધા, તો હિટ અને કેમિકલ ક્રિમ વગર જ અપનાવો આ ઘરેલું નુસ્ખાઓ

Social Share

સ્ત્રીની સુંદરતામાં તેના વાળની ગ્રોથ, વાળની સ્ટાઈલ ચાર ચાંદ લગાવે છે, વાળથી સ્ત્રીની શોભા વધે છે ત્યારે આજકાલ હવે હેર સ્ટ્રેટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ક્યારેક ટાઈમપરવારી તો ક્યારેક પરમિનન્ટ વાળને સીધા કરવાના શોખમાં ઘણા લોકો પોતાના નેચરલ સુંદર વાળને ખોય બેસે છે, એક વાર વાળને સીધા કરાવ્યા બાદ જાણે વાળ તદ્દન રુસ્ક બની જાય છે, જે રીતે વાળમાં કેમિકલનો ઉપયોગ થાય છે તે રીતે વાળનું બગળવું તો સ્વાભાવિક વાત છે,

આ સાથે જ ઘણા લોકો માત્રે એક બે દિવસ માટે વાળ સીધા કરાવે છે, હેરસ્ટ્રેટનરથી સીધા કરવામાં આવતા વાળથી પણ ઘણું નુકશાન થાય છે, વાળને હિટ મળવાથી વાળ સમય જતા ખરાબ થાય છે, ત્યારે આજે આપણે વાળને નેચરલી સ્ટ્રેટ કઈ રીતે કરી શકાય તે જોઈશું, તેનાથી તરારા વાળ પણ સારા રહેશે અને સીધા પણ થશે.

જો તમને તમારા વાળ સીઘા કરવા હોય તો કેમિકલ અને હિટથી બચો અને તેના માટે ઘરેલું નુસ્ખાો અપનાવો, હા તમારા વાળ સ્ટ્રેટનર એવા સીધા નહી થાય પરંતુ નેચરલી સીધા વાળની મજા લઈ શકશો.

જ્યારે પણ તમે વનાળને ધોવો ત્યારે ક્નડિશનરનો સોચ્ચસ ઉપયોગ કરો, તેનાથી વાળમાં ગૂચ નહી થાય અને વાળ ઘીમે ઘીમે નેચરલી સ્ટ્રેટ થતા જોવા મળશે.

આ સાથે જ્યારે હેર વૉશ કરીલો પછી વાળ સૂકી જાય ત્યારે વાળ પર થોડુ થોડુ પાણી છાંટીને તેને કાંસકા વડે ઓરવતા રહો, દિવસમાં 4 થી 5 વખત પાણી છાટીને વાળને ઓળવવા તેનાથી વાળ સીઘા થતા જોવા મળશે.

આ સાથે જ જ્યારે પણ તમે હેરવોશ કર્.યા હોય ત્યારે ભીના વાળમાં ગૂચ ન કાઢો, ગૂચ કાઢવા માટે થોડા વાળને સુકાવા દો અને થોડા ભીના રહેવાદો ત્યારે જ ગૂચ કાઢવી અને હળવે હાથે ગૂચ કાઢવી તેના વાળ સીધા થતા જોવા મળશે.

હેર સ્ટ્રેટ કરવા માટે વાળને થોડા  ભીના કરો  અને બે ભાગ કરો,બન્ને ભાગ પર કાંસકો ફેરવી નીચેની તેને વજન આપીને થોડૂ થોડૂ ખેંચતા રહો.નીચેથી વાળને થોડા ખેંચવાથી વાળની કર્લ તૂટે છે,પરંતુ આ ટ્રિકમાં વાળ ન તૂટે તે ખાસ ધ્યાન રાખવું.

જ્યારે પણ વાળ કોરા હોય ત્યારે વોશ કરવાનું ટાળો, પહેલા વાળમાં ઓઈલ કરો ત્યાર બાદ તેને હુંફાળા પાણીે ઘોઈલો, અને રુમાલ પાછળની સાઈડ લપેટવાનું રાખો,જેમ વાળ પાછળ સીધા રહે તેજ દીશામાં રુમાલ લપેટો જેથી વાળ સીઘા થશે..

વાળને સીધા કરવા માટે મહિનામાં એક વખત ઘરેલું હેર સ્પા ચોક્કસ કરવું,એ હેર સ્પામાં  કેળા,મધ,ઓઈલને મિસ્ક કરી વાળમાં અપ્લાય કરવું ત્યાર બાદ વાળમાં ગરમ પાણીમાં પલાળેલો રુમાલ લપેટવો અને 20 મિનિટ બાદ વાળને વોશ કરી લેવા,આમ કરવાથી વાળ સીધા થાય છે.