Site icon Revoi.in

 ભાઈના સંબંધને વધુ મજબૂત બનાવા દરેક ભાઈ-બહેને આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, નહી આવે સંબંધોમાં તિરાડ

Social Share

 

રક્ષાબંધનને એક અઠવાડિયું જ બાકી રહ્યું છે આ ખાસ દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધે છે અને તેના લાંબાજીવનની પ્રાર્થના કરે છે,દેશભરમાં આ કહેવારોનું ખાસ મહત્વ છે આ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે, જો કે એક કહેવત છે બે વાસણ હોય ત્યા વાસણ ખખડે પણ ખરા અર્થાત સંબંધ કોઈ પણ હોય થોડો ઘણો ખાટ્ટો મીઠો ઝઘડો તો થતો જ હોય છે પરંતું દેર સંબંધમાં ધ્યાન રાખવું કે લડાઈ ઝઘડો ભૂલીને આગળ વધવું અને ગુસ્સામાં ક્યારેય કોઈ નિર્ણય ન લેવો કે કંઈ જ બોલવું નહી.આજ રીતે ભાઈ બહેનના મીઠા સંબંધોને જો જાળશવી રાખવા હોય તો કેટલીક બાબતોનું તકમારે ધ્યાન રાખવું જોઈએ.

એક બીજાના માન સમ્માન આપો

કોઈપણ સંબંધમાં એકબીજા માટે આદર હોવો જરૂરી છે. ભાઈ-બહેને પણ એકબીજાને માન આપવું જોઈએ. બહેનની જવાબદારી છે કે જો તે ભાઈને માન આપે તો ભાઈની ઈચ્છા અને સન્માનને ઠેસ પહોંચે તેવું કોઈપણ કામ કરવું જોઈએ. બંનેએ એકબીજાની વાતને અનુસરવી જોઈએ.એક બીજાનું ધ્યાન રાખવું જોઈએ

કોઈ પણ ઘટના બને તો તેનો ખુલાસો કરો

ક્યારેક એવું બને છે કે કોઈ ત્રીજાના કારણે ભાઈ બહેનના સંબંધોમાં ખારાશ આવી જાય છે આવી સ્થિતિમાં કોી ત્રીજાની વાત માન્યા વિનાજ દરેક ભાઈ બહેને સામસામે આ વાતનો ખુલાસો કરીને પોતાના સંબંધોને બગાડતા એટકાવી લેવા જોઈએ

પરણીત બહેન હોય તો ભાઈ એ આટલું કરવું

જો તમારી બહેન પરણઇત છે તો વાર તહેવારે ખાસ બહેનને ફોન કરવાનું રાખો અને કેટલાક તહેવારોમાં પોતાના બનેવી અને સાસરીવાળાની આજ્ઞા લઈને બહેનેને ઘરે તેડી લાવો, બહેન સહીત બહેનના હસ્બન્ડને પણ ઘરે બોલાવો આમ કરવાથી બેનની ઈજ્જત સાસરીયા પક્ષમાં વધશે.

ભાઈ અને ભાઈ વચ્ચે બહેને ક્યારેય ન બોલવું

જો બહેન વિશે વાત કરીએ તો ઘણી વખત ભાઈ બહેનના સંબંધો ભાઈના લગ્ન પછી વધુ ખરાબ થતા હોય છે તેનું કારણ એ છે કે ઘણી વખત ભાઈ ભાભીની વચ્ચે આપણે જાણ્યે અજાણ્યે આવતા હોય છે આવી સ્થિતિમાં જો બહેન પીહર રહેવા જાય ત્યારે ભાઈ અને ભાભીમાં અનબન બને તેવી કોઈ વાત ન કરવી જોઈએ અને ભાઈની જેમ જ ભાભીને સાથ સહકાર આપવો જોઈએ તો ક્યારેય સંબંધો ખરાબ નહી થાય.