Site icon Revoi.in

આજે 5મી ઓગસ્ટ એટલે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અસરહીન થવાને  4 વર્ષ પુરા, જાણો આ અનુચ્છેદ નાબૂદ થતા શું થયા ફાયદા

Social Share

વર્ષ 2019 નો એ દિવસ એટલે કે 5 મી ગોસ્ટનો દિવસ કે જ્યારે જમ્મુ કાશ્મીરને કેન્દ્રસાશિત પ્રદેશનો ખાસ દરજજો આપાવતી કલમ 370ને નાબૂદ કરવામાં આવી હતી આજે આ દિવસને 4 વર્ષ પુરા થયા છે.આ દિવસે જમ્મુ-કાશ્મીરને વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશ તથા લદ્દાખને અંદમાન નિકોબાર દ્વીપસમૂહની જેમ વિધાનસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.

કાશ્મીરીઓ માટે અનુચ્છેદ 370નો મુદ્દોએ ભાવનાત્મક મુદ્દો હતો, એટલે કાયદો અને વ્યવસ્થાની સંભવિત સ્થિતિને જોતાં આઠ હજાર જવાનોને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવ્યા હતા અને અને આ સમયે અહીંની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.આ ચૂકાદો આવ્યા બાદ પાકિસ્તાન બોખલાયું હતું તો ઘણા લોકોને તે પસંદ આવ્યું નહતું. પરંતુ મોદી સરકારના અથાગ પ્રયત્નની આ ઐતિહાસિક ચૂકાદો આપવામાં આવ્યો .

કલમ 370 નાબૂત થતા શું થયો સામાન્ય નાગરિકોને ફાયદા જાણો

કલમ 370 નાબૂદ થતાં અન્ય રાજ્યમાં વસતા નાગરિકો હવે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવાનું શક્ય બન્યું અહી આવીને વ્યવસાય કરવું પર્યટનને  વેગ મળવો તમામ બાબતો સરળ બની આ પહેલા રાજ્યને વિશેષ દરજ્જો મળેલો હોવાથી અન્યત્ર વસતાં ભારતીયો ત્યાં જમીન ખરીદી શકતા ન હતા.કાશ્મીરમાં જન્મ ન થયો હોય તેવા નાગરિકોને કાશ્મીરમાં જમીન કે સ્થાવર સંપત્તિ ખરીદવાના અધિકાર ન હતા. ત્યારે હવે તે બદલાયું છે.

જમ્મુ-કાશ્મીરમાં લઘુમતી સમુદાયના નાગરિકોને 16 ટકા અનામત મળી શકશે.રાજ્યમાં હિંદુ, બૌદ્ધ, શીખ તથા જૈન લઘુમતીમાં હોવાથી તેમને નોકરીઓમાં અનામત મળશે.એટલે કે સુપ્રીમ કોર્ટના તમામ ચુકાદા જમ્મુ-કાશ્મીરની ઉપર પણ લાગુ પડશે.

જ્યમાં ભારતના રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય પ્રતીકોના અપમાનને હવે ગુનો ગણવામાં આવશે.આ સિવાય જમ્મુ-કાશ્મીરનો અલગ ઝંડો પણ હતો, જે રાજ્યની તમામ સરકારી ઇમારતો ઉપર ભારતના તિરંગાને સમાંતર ફરકાવવામાં આવતો હતો.