Site icon Revoi.in

આજે દર ત્રીજી વ્યક્તિ વોટ્સએપથી જોડાયેલી છે, દુનિયામાં 270 કરોડ વપરાશકારો

Social Share

તમે જેમ whatsapp વાપરો છો તેમ તમારા જેવા લાખો કરોડો લોકો આખા વિશ્વમાં whatsapp નો ઉપયોગ કરે છે . આંકડો કેટલો તે જાણીને આપને નવાઈ લાગશે. વિશ્વની કુલ વસ્તી અંદાજે 800 કરોડ અને તેમાં 270 કરોડ લોકો whatsapp નો ઉપયોગ કરે છે. આ આંકડો ચોક્કસથી આપને ચોંકાવી દેશે. 2 દાયકા પહેલા કોઈએ વોટ્સ એપ નુ નામ પણ સાંભળ્યું નહોતું. આજે વિશ્વમાં નંબર એક મોબાઈલ મેસેન્જર એપ તરીકે whatsapp સ્થાન ધરાવે છે.

દિવસમાં રોજ 100 બિલિયન મેસેજ અને 100 મિલિયન વોઇસ કોલ whatsapp ના માધ્યમથી થાય છે. એક બિલિયન એટલે ૧૦૦ કરોડ અને એક મિલિયન એટલે દસ લાખ. વિશ્વના તમામ દેશોમાં whatsapp ના સબસ્ક્રાઇબ્સ ની સંખ્યામાં ભારત પહેલા નંબરે છે. ત્યારે આપને એ પણ જણાવી દઈએ કે whatsapp ની શરૂઆત ક્યારથી થઈ હતી? વિશ્વમાં સૌપ્રથમવાર whatsapp નવેમ્બર 2009 માં લોન્ચ કરવામાં આવ્યું. ત્યાર પછીના ચાર વર્ષમાં whatsapp એ એટલી પ્રગતિ કરી કે facebook ને whatsapp માં રસ જાગ્યો 2014માં facebook એ whatsapp ખરીદી લીધી અને તે પણ 19 બિલિયન જેવી કહી શકાય તેટલી રકમમાં એટલે કે લગભગ 1900 કરોડ ડોલરમાં જે તેની વેલ્યુ કરતા 12 ગણી વધારે રકમ હતી.

આજે પ્રત્યેક whatsapp યુઝર રોજ whatsapp જોવામાં 33 મિનિટ જેટલો સમય કાઢે છે. અહીં આપને એ પણ જણાવીદઈએ કે વિશ્વના કેટલાક દેશોએ whatsapp પર પ્રતિબંધ મૂક્યો છે. ઉત્તર કોરિયા, ચીન, યુએઈ, કતાર, ઈરાન, સીરીયા વગેરે દેશોમાં ઇન્ટરનેટ પર તે દેશોની સરકારનું સંપૂર્ણ નિયંત્રણ છે. અને તે દેશોએ whatsapp પર પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં ચીને તો મોટાભાગની વિદેશી એપ્લિકેશનનો તેમજ વેબસાઈટ એક્સેસ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે આપને થતું હશે કે તો પછી ચીનમાં whatsapp ને વિકલ્પ રૂપે શેનો ઉપયોગ થાય છે, તો ચીનમાં whatsapp ના વિકલ્પ રૂપે વી ચેટ નો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે યુનાઇટેડ આરબ અમીરાતમાં whatsapp નો ઉપયોગ માત્ર ટેક્સ્ટ મેસેજ તરીકે કરી શકાય છે. પરંતુ ત્યાં વીડિયો કોલિંગ અને વોઇસ કોલિંગ પર પ્રતિબંધ છે.

આમ વિશ્વના કેટલાક દેશોમાં whatsapp પ્રતિબંધિત છે. પણ ટેકનોલોજીની દુનિયામાં સોશિયલ મીડિયામાં કોઈને કોઈ એપ નવા ફીચર્સ લાવી રહી છે. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે સોશિયલ મીડિયામાં l વર્ચ્યુઅલી એન્ગેજ રહેતો માણસ, હવે સંવેદના પણ વર્ચ્યુઅલી વ્યક્ત કરે છે વાસ્તવિક રૂપે નહીં.