Site icon Revoi.in

આંદોલનકારી આજે ખેડૂત સદભાવના દિવસની ઉજવણી કરશે, દિવસભર ઉપવાસ કરશે

Social Share

નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સીમા પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન જારી છે. આજે આંદોલનકારી ખેડૂત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર ઉપવાસ કરશે.ખેડૂત રાષ્ટ્રપિતાની પુણ્યતિથિને સદભાવના દિવસના રૂપમાં મનાવી રહ્યા છે.

કિસાન એકતા મોરચાના આગેવાનોએ દેશવાસીઓને અપીલ કરી હતી અને કહ્યું હતું કે, તમે અમારા ઉપવાસમાં સામેલ થાવ અને સમર્થન કરો. 30 જાન્યુઆરી એ ‘સદભાવના દિવસ’ તરીકે મનાવવામાં આવશે.અમારા તમામ નેતા સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઉપવાસ કરશે.

26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા બાદ, ખેડૂતોનું આંદોલન નબળું દેખાવા લાગ્યું હતું. અનેક ખેડૂત સંગઠનોએ આંદોલનથી પોતાને અલગ કર્યા હતા. પરંતુ ખેડૂત આગેવાન રાકેશ ટીકૈટના આંસુ સરી પડ્યા બાદ ખેડૂત આંદોલન ફરી એક વખત જોર પકડ્યું છે.

શુક્રવારે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં ખેડૂતોની મહાપંચાયત થઈ હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, મુઝફ્ફરનગર અને પશ્ચિમ યુપીના અન્ય જિલ્લાના ખેડૂતો શનિવારે દિલ્હી કુચ કરશે.મહાપંચાયતમાં સિયાસી દળના નેતા પણ પહોંચ્યા હતા. રાષ્ટ્રીય લોક દળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયંત ચૌધરી અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પણ મંચ શેર કર્યો હતો.

-દેવાંશી